વર્તમાન સમયમાં વલસાડના જીલ્લાના ધરમપુર તાલુકામાં આવેલી SBIની અત્યંત ધીમી કામગીરીના પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રાહકો વહેલી સવારથી રૂપિયાની લેવડ-દેવડ માટે લાઈનો લગાવી દે છે પરંતુ કેટલીક વાર બે થી ત્રણ વખત ધક્કા ખાધા વગર પોતાનું કામ પતતું નથી

મળતી માહિતી પ્રમાણે ધરમપુરની SBIની શાખામાં ગોકળ ગાય રીતે થઇ રહેલી કામગીરીના પગલે લોકો આખો દિવસ લાઈનોમાં ઉભા રહેતા જોવા મળે છે બેંકના કામમાં જ પોતાના આખો દિવસનો સમય વેડફાઈ જાય છે તેના કારણે બીજા કામો પણ થતાં નથી લોકોનું કહેવું છે કે અમુક વખતે તો બેંકના કામ પતાવ્યા વગર જ પાછા ફરવું પડે છે. અહી લાઈનોમાં ઉભા રહેવાની પણ કોઈ ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી બહાર તાપમાં ઉભા રહેવા માટે મજબૂર બનવું પડે છે.

જાગૃત ગ્રાહકોનું કહેવું છે કે એક બાજુ ગુજરાત સરકાર ડિજીટલ ગુજરાતમાં બેન્કિંગ સેક્ટરને ઓનલાઈન કરી ગ્રાહકોને ઝડપી સુવિધાઓ મળે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે SBI જેવી ભારતની પ્રતિષ્ઠિત શાખામાં આ પ્રકારની લાપરવાહી નિંદનીય છે. ધરમપુરની SBI શાખમાં છેલ્લા ઘણા દિવસોથી લાંબી લાંબી લાઈનોની કતારો જોવા મળે છે  શાખાના કર્મચારીઓ પણ ગ્રાહકોને પડતી તકલીફો તરફ આંખ-કાન આડા કરીને કામમાં ગતિ લાવવામાં રસ દાખવતા નથી

હવે જોવું રહ્યું આવનારા દિવસોમાં ધરમપુરની શાખામાં પડતી ગ્રાહકોની અગવડતા સામે વહીવટીતંત્ર દ્વારા કયા પગલાં લેવામાં આવે છે નહિ તો ક્યાંક એવું ના થાય આ શાખામાં પડતી મુશ્કેલીઓને દુર કરવા માટે લોકો પોતે નિર્ણય ન લઇ લે..