હાલમાં જ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીથી કપરાડાના મધુબની ડેમ સુધી તરતી એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે. જેના કારણે આ અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકોને પણ હવે તાત્કાલી અને ખુબ ઝડપી રીતે મેડિકલ સારવાર સરળતાથી મેળવી શકશે.
વલસાડના મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તાર એટલે કે દૂધની જળાશય અને દમણગંગા નદીના કારણે પહાડી વિસ્તારના અનેક ગામડાઓ શહેરથી વિખૂટા છે. ઉલ્લેખનીય છે કે આજે પણ દૂધની જળાશયના સામેના કિનારે આવેલા ગામોમાં અકસ્માત કે અન્ય કોઈ મેડિકલ ઈમરજન્સી વખતે લોકોએ નજીકની હોસ્પિટલ સુધી પહોંચવા માટે રોડ માર્ગે ૫૦ કિલોમીટર કરતા પણ વધારે અંતર પાર કરવું પડે છે. ઘણીવાર મોડું થતા દર્દીનું મૃત્યુ પણ થતું હોય છે. આ મુશ્કેલીના સમયે ગરીબ આદીવાસીઓને સમયસર સારવાર મળી રહે અને તાત્કાલીક હોસ્પિટલ સુધી પહોંચી શકાય તે માટે તરતી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે.
વર્તમાન સમયમાં ગુજરાતમાં કોઈ પણ સ્થાન પર અકસ્માત સમયે 108 ની સેવા મનુષ્ય માટે વરદાનરૂપ સાબિત થાય છે ત્વરિત મળતી ઈમરજન્સી સારવાર મળી શકતા જીવ મોટા ભાગના જીવ બચાવી શકાય છે પણ દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના કેટલાક દુર્ગમ વિસ્તારો કે જ્યાં 108 જઈ નહિ શકતા અહીં આ સેવાનો લાભ લોકોને મેળવી શકતા નથી તેનું કારણ નદી કિનારે અને ટેકરીઓ ઉપર વસતા લોકોનો મોટો સમૂહ વસે છે જ્યાં પાણી હોવાથી રોડ નથી અને રોડ સુધી જવા ખુબજ મોટું અંતર કાપવું પડે તેમ છે પરિણામે આવા વિસ્તારમાં જળ માર્ગે 108 જેવી જ તરતી ઈમરજન્સી ઍબ્યુલન્સ સેવા ચાલુ કરવામાં આવી છે જેનાથી હવે અહીં વસતા લોકો ઇમરજન્સી આરોગ્ય સુવિધાનો લાભ લઇ શકશે.
સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ૧૦ કરતા વધારે ગામો આ પહાડી વિસ્તારોમાં આવેલા છે જ્યાં આ તરતી એમ્બ્યુલન્સ લોકોને ઉપયોગી સાબિત થશે આ સુવિધાના પરિણામે અહીં વસતા લોકોના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી છે. લોકસુવિધા માટે લેવાયેલા આ નિર્ણય ખરેખર પ્રશસંનીય છે