પશ્ચિમ બંગાળના જલપાઇગુરી જિલ્લાના ધુપગુરી શહેરમાં ગઈકાલે રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો, જેમાં કુલ 13 લોકોનાં મોત નીપજ્યાં છે. ગાઢ ધુમ્મસને કારણે ઓછી દૃશ્યતા સર્જાતા આ અકસ્માત થયો હતો. ધુમ્મસ એટલું ગાઢ હતું કે સામેથી આવતા વાહનો એક બીજાને જોઈ શક્યા નહીં અને એકબીજા સાથે ટકરાયા. આ અકસ્માતમાં પથ્થરોથી ભરેલી ટ્રક પણ સામેલ થઈ હતી, જે અઅથડાયા બાદ કેટલાક વાહનો ઉપર પડ્યા હતા. જેના કારણે અનેક લોકોનાં મોત નીપજ્યાં છે.

સમાચાર એજન્સી એએનઆઈએ કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં અકસ્માતનો ભોગ બનેલા વાહનને જોઇ શકાય છે અને આ અકસ્માતની તીવ્રતાનો ખ્યાલ આપે છે. વાહન ખરાબ રીતે નુકસાન થયું છે. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા, જેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આપને જણાવી દઈએ કે મંગળવારે પણ ધુમ્મસને લીધે ઉત્તર પ્રદેશના મથુરા યમુના એક્સપ્રેસ વે પર પણ આવા જ અકસ્માત થયા હતા. મંગળવારે સવારે બે અલગ અલગ જગ્યાએ અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ થયા હતા.