અમેરિકામાં આજે બિડેન ૪૬મા રાષ્ટ્રપ્રમુખ જ્યારે કમલા હૈરિસ ઉપરાષ્ટ્રપ્રમુખ પદના શપથ લેશે. શપથ ગ્રહણ કાર્યક્રમ સવારે લગભગ ૧૧ વાગ્યે શરૂ થઈ જશે જે દરમિયાન ગાયિકા-નૃત્યાંગના લેડી ગાગા રાષ્ટ્રગીત ગાશે અને અમાન્ડા ગોરમેન આ અવસરે લખેલી એક ખાસ કવિતા રજૂ કરશે. અભિનેત્રી-ગાયિકા જેનિફર લોપેઝ પણ આ દરમિયાન પ્રસ્તુતી આપશે. મુખ્ય ન્યાયાધીશ જૉન રૉબર્ટ્સ ૧૨ વાગતતા જ કેપિટલના વેસ્ટ ફ્રન્ટમાં બિડેનને પદના શપથ ગ્રહણ કરાવશે.

આજ સુધીના અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધુ ઉંમરના રાષ્ટ્રપ્રમુખ બનવા જઇ રહેલા ૭૮ વર્ષીય બિડેન પોતાના પરિવારની ૧૨૭ વર્ષ જૂની બાઇબલની સાથે શપથ લેશે. આ કાર્યક્રમમાં પત્ની જિલ બિડેન પોતાના હાથમાં બાઇબલ લઈને ઊભી રહેશે બિડેન શપથ ગ્રહણના તરત બાદ રાષ્ટ્રપ્રમુખ તરીકે દેશને નામ પોતાનું પહેલું સંબોધન કરશે. આ ઐતિહાસિક ભાષણ ભારતીય મૂળના અમેરિકન નાગરિક વિનય રેડ્ડી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં એકતા અને સૌહાર્દની વિચારોનો સમાવેશ થયો છે.

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ૩ નવેમ્બર ૨૦૨૦ના રોજ ચૂંટણી પરિણામોને અસ્વીકાર કર્યા બાદ તે અનેક સપ્તાહ બાદ શરૂ થયું છે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ શપથ ગ્રહણમાં હાજરી આપશે નહી.