પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 485 નવા કેસ નોંધાયા છે જ્યારે તેની સામે 709 દર્દીઓ સાજા થઈને પરત ગયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો અને સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થતા કુલ 95.98 ટકા દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થઈ ગયા છે. રાજ્યમાં વેક્સિનેશનના દોરની વચ્ચે રિકવરી રેટ પણ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યનાં 2,46,516 દર્દીઓએ કોરોનાને મહાત આપી દીધી છે જ્યારે 4,369 દર્દીઓનાં દુ:ખદ નિધન પણ થયા છે.

રાજ્યમાં આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 103, સુરતમાં 92, વડોદરામાં 95, રાજકોટમાં 65, મહેસાણામાં 14, કચ્છમાં 11, જામનગરમાં 19, ગાંધીનગરમાં 14, ખેડામાં 8, દાહોદમાં 7, ભાવનગરમાં 6, જૂનાગઢમાં 9, સાબરકાંઠામાં 5, મોરબીમાં 4, નર્મદામાં 4, પંચમહાલમાં 4, અમરેલીમાં 2, ગીરસોમનાથમાં 2, પાટણમાં 2, પોરબંદરમાં 2, સુરેન્દ્નનગરમાં 2, તાપીમાં 2, દેવભૂમિ દ્વારકામાં 1, મહીસાગરમાં 1, નવસારીમાં 1 એમ કુલ મળીને 485 નવા કેસ નોંધાયા છે. જ્યારે 709 દર્દીઓ સાજા થયા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 174, સુરત શહેરમાં 90, વડોદરા શહેરમાં 104, રાજકોટ શહેરમાં 53, વડોદરા જિલ્લામાં 49, રાજકોટમાં 17 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 24 કલાકમાં અમદાવાદ અને સુરત શહેરમાં 1-1 દર્દીઓનાં દુ:ખદ નિધન થયા છે.

રાજ્યમાં હાલમાં કુલ 5967 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે જ્યારે 52 દર્દીઓ વેન્ટીલેટર પર છે. આ પૈકીના 5915 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે અત્યારસુધીમાં કુલ 2,46,516 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે. રાજ્યમાં હાલમાં 4,67,483 દર્દીઓ કોરોના પ્રભાવિત હોવાના કારણે હોમ ક્વૉરન્ટાઇનમાં સરકારી ચોપંડે નોંધાયા છે.