ભારતની પ્રથમ મહિલા ફાઇટર જેટ પાયલોટ લેફ્ટનન્ટ ભાવના કાંત ગણતંત્ર દિવસમાં યોજાનાર ફલાયપાસ્ટનો હિસ્સો બનશે. આ સાથે ભાવના ગણતંત્ર દિવસે યોજાતી ફલાયપાસ્ટનો હિસ્સો બનનાર પ્રથમ મહિલા ફાઇટર પાયલોટ બની જશે. મોહાના સિંહ અને અવની ચર્તુવેદી પણ આ ફલાયપાસ્ટનો હિસ્સો હશે. લેફ્ટનન્ટ ભાવના કાંત 2016માં ઇન્ડિયન એર ફોર્સ(આઇએએફ)ની ફાઇટર સ્ટ્રીમમાં સામેલ થયા હતાં. ફાઇટર સ્ટ્રીમમાં સામેલ થનાર તેઓ ભારતીય મહિલા હતાં. બે વર્ષ પછી મોહાના સિંહ અને અવની ચર્તુવેદી પણ આ સ્ટ્રીમમાં સામેલ થયા હતાં.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે, લેફ્ટનન્ટ ભાવના કાંત રિપબ્લિક ડે પરેડમાં સામેલ થનાર પ્રથમ મહિલા બની જશે. સમગ્ર દેશ માટે આ એક ગૌરવની વાત છે. લેફ્ટનન્ટ કાંતે મે 2019માં પણ ઇતિહાસ રચ્યો હતો. તે સમયે તેઓ ફાઇટર જેટ માટેના કોમ્બેટ મિશન માટે ક્વાલિફાય થયા હતાં.

તેઓ મીગ-21 માટેના કોમ્બેટ મીશનનો ઓપરેશનલ સિલેબસ પણ પૂર્ણ કર્યો હતો. આ વખતની પરેડમાં રફાલ વિમાનને પણ સામેલ કરવામાં આવ્યો છે. ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવેલ રફાલ વિમાન તાજેતરમાં જ ભારતીય એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યું હતું.