મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઝેરીલી દારુ પીવાથી 10 લોકોના મોત થઈ ગયા છે. ત્યારે 2 ડર્ઝનથી વધારે લોકો બિમાર છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં હડકંપ મચાવ્યો છે. અને લોકો ભૈભીત થયા છે સાથે પોલીસ પ્રશાસનમાં પણ હડકંપ મચી ગયો છે. સૂચના બાદ સ્થળ પર પહોંચી સ્થાનીય હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. મૃદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.
મળતી માહિતી મુજબ, મામલા બાગચીન પોલીસ સ્ટેશન સ્થિત છેરા માનપુર ગામ અને સુમાવલી સ્ટેશનના પહવાલી ગામની છે. કહેવામાં આવી રહ્યુ છે કે છેરા માનપુર ગામમાં ઝેરી દારુથી 5 લોકોના મોત થયા છે. ત્યારે પહવાલી ગામમાં 3 લોકો ઝેરી દારુના સેવન કરવાથી મર્યા છે. જ્યારે ગંભીર રુપે બિમારમાંથી 6 લોકો જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. જેમાંથી 2 વધુ લોકોના મોત થઈ ગયા છે.
આપને જણાવી દઈએ કે આ કોઈ પહેલો મામલો નથી જે મધ્ય પ્રદેશમાં ઝેરી દારૂ પીવાથી આટલા લોકોના મોત થયા છે. ગત વર્ષ લોકડાઉનની વચ્ચે મધ્ય પ્રદેશના રતલામ જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 8 લોકોના મોત થયા હતા. ત્યારે જણાવવામાં આવ્યું હતુ કે 2 લોકોની હાલત ગંભીર બની છે. પોલીસ અધિક્ષક ગોરવ તિવારીએ જણાવ્યુ હતુ કે આ લોકોના દારૂ પીવાથી હાલત ખરાબ થવા પર રતલામ જિલ્લા ચિકિત્સાલયમાં લાવવામાં આવ્યા હતા. એસપીના જણાવ્યાનુંસાર રતલામ જિલ્લાના નામલી પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં રહેનારા આ લોકો 3-3ના સમૂહમાં ગ્રામ પંચેડ તથા ગ્રામ ભડવાસાથી ઉલ્ટી, ઘબરાહટ તથા ઘૂંઘલા દેખાવાની ફરિયાદથી હોસ્પિટલ પહોંચા હતા. તેણે કહ્યું કે મામલાને ગંભીરતાને જોતા જિલ્લા કલેક્ટરની સાથે મે બન્ને ગામની મુલાકાત કરી અને પીડિત પરિવારજનો તથા ગ્રામીણો સાથે ચર્ચા કરી. એ બાદ જિલ્લા ચિકિત્સાલયમાં બન્ને લોકો સાથે પુછપરછ અને ડોક્ટરોથી ચર્ચાની.
પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે શરુઆતની પુછપરછમાં જાણવા મળ્યું કે ભડવાસાના 3 લોકોએ 1 મેની રાતે પોતાના કુવાની પાસે દારૂ પીધો હતો અને પંચેડના 3 લોકોએ એક મેની બપોરે ખેતરમાં દારૂ પીધો હતો. આ બાદ લોકોને ગભરામણ અને ઉલ્ટીની સમસ્યા થઈ હતી. તમામને સારવાર માટે જિલ્લા ચિકિત્સાલયમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ગત 24 કલાકમાં 8ના મોંત થયા હતા.