વર્તમાન સમયમાં ચાલી રહેલા બર્ડ ફ્લૂ કહેરના કારણે સરકારે દેશના બધા જ પ્રાણી સંગ્રહાલયોના સંચાલકોએ કેન્દ્રને રોજિંદો રિપોર્ટ કરવાની તાકીદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે આ આદેશ જ્યાં સુધી આ બિમારીની અલવિદાનું એલાન ન થાય ત્યાં સુધી તેનું પાલન કરવાનું રહેશે.

દેશમાં મળતી વિગતો પ્રમાણે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી જેવા મળીને  કુલ ૧૦ જેટલા રાજ્યોમાં  બર્ડ ફ્લૂની પુષ્ટી કરવામાં આવી છે. પર્યાવરણ મંત્રાલયના તાબામાં આવતા દેશના તમામ પ્રાણી સંગ્રહાલયોને લેખિતમાં આદેશ જારી કરીને રાઉન્ડ ધ કલોક નજર રાખવા તેમજ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

દેશના પશુ સંવર્ધન પ્રધાન ગીરીરાજ સિંહે જણાવ્યું હતું કે બર્ડ ફ્લૂના માનવમાં સંક્રમણના અહેવાલ નથી. આથી રાજ્યો પોલ્ટ્રીના વેચાણ પર અંકુશો ના મૂકે કે પછી તેનાં બજારો પણ બંધ ના કરે.  મંત્રાલય દ્વારા જણાવાયું હતું કે દસ રાજ્યોમાં બર્ડ ફ્લૂનો પ્રસાર કન્ફર્મ થયો છે.

સરકાર આદેશ પ્રમાણે સ્થાનિક વિસ્તારો અને પક્ષી ઘરોમાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે-સાથે પ્રાણી સંગ્રહાલયોમાં આવતા તમામ વાહનોનું સેનેટાઈઝ કરવા, પાણીના તમામ સ્ત્રોત પર પણ દેખરેખ રાખવા પણ જણાવવામાં આવ્યું છે. જ્યાં સુધી સરકારની નોટીસ ન મળે ત્યાં સુધી પ્રવાસી પક્ષીઓના અદલા-બદલીનો કાર્યક્રમ બંધ કરવા અને પ્રવાસી પક્ષીઓ જ્યાં એકત્ર થતા હોય તેવા સ્થળો પર સખ્ત નજર રાખવા પણ તાકીદ કરવામાં આવી છે. છે.