ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 685 કેસ નોંધાયા છે. જેની સામે 892 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 3 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4335 થયો છે. આજે રાજ્યમાં કુલ 49,952 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં એક કરોડથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. રાજ્યમાં કુલ 1,00,53,558 ટેસ્ટ થયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.02 ટકા છે.

રાજ્યમાં આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 134, સુરતમાં 126, વડોદરામાં 117, રાજકોટમાં 79, જૂનાગઢમાં 20, કચ્છમાં 18, ગાંધીનગર, જામનગર, મહેસાણામાં 16-16, આણંદમાં 14, દાહોદમાં 13, ભરૂચમાં 12, સાબરકાંઠામાં 10 સહિત કુલ 685 કેસ નોંધાયા છે.

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 3 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં 2 જ્યારે તાપીમાં 1 દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદમાં 170, સુરતમાં 171, વડોદરામાં 209, રાજકોટમાં 101, જૂનાગઢમાં 36, ગાંધીનગરમાં 23, કચ્છ, સુરેન્દ્રનગરમાં 19-19, મહેસાણા, પંચમહાલમાં 15-15 સહિત 892 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 8149 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 61 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 8088 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,38,114 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.