પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

હાલમાં ગુજરાત સરકાર ૧૧ મી જાન્યુઆરીથી ધો.૧૦ અને ૧૨ના બોર્ડના વિદ્યાર્થીઓના ઓફ લાઈન કલાસ શરૂ કરવાની જાહેરાત દીધી છે ત્યારે વાલીઓની સંમતિ લેવા બાબતે મુદ્દો આગળ કર્યો છે. નવસારી અને વલસાડ જિલ્લાના જાગૃત વાલીઓ સાથે આ મુદ્દે વાત કરતા ઓફ લાઈન વર્ગો ચાલુ કરવામાં મિશ્ર પ્રતિસાદ મળ્યા હતા 

શાળા ખોલવા અંગેના વાલીઓના પ્રતિભાવ 

દક્ષિણ ગુજરાત આવેલા નવસારી અને વલસાડ જિલ્લાના અમુક વાલીઓ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી બોર્ડની પરીક્ષા હોવાથી કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરી ઓફ લાઈન કલાસીસના નિર્ણયને આવકારી રહ્યા છે. જ્યારે કેટલાંક વાલીઓ અભ્યાસ કરતા આરોગ્ય જરૂરી હોવાથી ઓફ લાઈનની સંમતિ અંગેના જણાવી હતી. નવસારીના વાંસદા તાલુકા અને વલસાડના ધરમપુર તાલુકાના ૨૦-૨૦ વાલીઓની મુલાકાત લેવામાં આવી જે દરમિયાન ૩૦ ટકા વાલીઓ ઓફ લાઇન માટે સંમત અને ૭૦ ટકાએ ના પાડી હતી.

નવસારી અને વલસાડ જિલ્લામાં ધો.૧૦ અને ધો.૧૨ના વર્ગો ઓફલાઇન ચાલુ કરવા બાબતે રાજ્ય સરકારે આપેલ છૂટની જાહેરાતના મુદ્દે વાલીઓ સાથે વાતચીત કરતા ૩૦ ટકા વાલીઓએ પોતાનું સંતાન બોર્ડમાં હોવાથી તેમના ભવિષ્યને ધ્યાનમાં રાખી ઓનલાઈન ક્લાસિસમાં બાળક પૂરતું ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી. આવા સંજોગમાં કોવિડ ગાઈડ લાઈનનું શાળા સંચાલકો પાલન કરી ઓફ લાઈન કલાસીસ શરૂ કરવામાં આવે.

જ્યારે ૭૦ ટકા વાલીઓ હજુ પણ ઓફ લાઈન કલાસીસ શરૂ કરવા ના પાડે છે. પોતાના સંતાનના અભ્યાસ કરતા હાલ આરોગ્ય બહુ કિંમતી હોવાનું જણાવે છે. ડિસીઝન ન્યુઝ દ્વારા જે વાલીઓના મંતવ્ય જાણ્યા તેમાં ૭૦-૩૦ ટકાનો રેસિયો નોધવામાં આવ્યો છે.