Samsung આજે 7 જાન્યુઆરીના રોજ પોતાનો સ્માર્ટફોન ગેલેક્સી M02s (Galaxy M02s) ભારતમાં લૉન્ચ કરશે. કંપનીએ એમેઝોન ઇન્ડિયા પર ફોનની માઇક્રોસાઇટ બનાવી છે. જેનાથી ખબર પડે છે કે, આ નવા ફોનને બપોરે એક વાગ્યા સુધી લોન્ચ કરવામાં આવશે. કંપનીએ ફોનની સાથે ‘Get ready to Max up ટેગલાઇન રાખી છે. આવનારો આ ફોન ગેલેક્સી એમ-સિરીઝનો લાઇનઅપ છે. એમેઝોન ઇન્ડિયા પરના માઇક્રો સાઈટ પરથી ફોનના કેટલાક ફિચર્સનો અંદાજો લગાવી શકાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આવનારા નવા ફોનના ડિસ્પ્લેમાં 6.5 ઇંચનો Infinity V-ડિસ્પ્લે આપવામાં આવી રહ્યો છે, જેમાં યુઝર્સને શ્રેષ્ઠ અનુભવ મળશે.

નવા ફોન માટે ‘Max Up Gaming’નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં સ્નેપડ્રેગન પ્રોસેસરની સાથે 4 જીબી રેમ મળશે. પાવર માટે, આ ફોનમાં 5000 એમએએચની બેટરી છે. જોકે, આ ફોન ઝડપી ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે કે નહીં તે અંગે કોઈ પુષ્ટિ મળી નથી.

મહત્વની વાત એ છે કે આ નવો ફોન 10,000 રૂપિયામાં રજૂ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, સેમસંગ પહેલીવાર 10,000 રૂપિયાથી ઓછામાં 4 જીબી રેમ હેન્ડસેટ લાવશે. માહિતી માટે જણાવી દઈએ કે કંપનીએ આ ફોન નેપાળમાં 15,999 રૂપિયામાં મળી રહ્યો છે. તેથી, ફોનની અસલી કિંમત 7 જાન્યુઆરીના રોજ 1 વાગ્યા પછી જ જાણી શકાશે. આ સેમસંગ ફોન 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવી શકે છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા ફોનના સ્ટોરેજને 512 જીબી સુધી વધારી શકાય છે. ફોન ભૂરા, કાળા અને લાલ રંગમાં આવી શકે છે.

ગેલેક્સી M02s ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ સાથે આવી શકે છે. તે 13 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 2 મેગાપિક્સલ ડેપ્થ અને 2 મેગાપિક્સલ મેક્રો લેન્સ સાથે આવી શકે છે. ફોનમાં ફ્રન્ટ પર 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.