આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 698 કેસ નોંધાયા છે. એક બાજુ વેક્સીનના ડ્રાય રનની તૈયારીઓ ચાલીરહી છે તો બીજી બાજુ રાજ્ય સરકાર કોરોનાને ડામી દેવામાં સફળ રહી છે. રાજ્યમાં 24 કલાકમાં 989 દર્દી સાજા પણ થયા છે જ્યારે 24 કલાકમાં 3 દર્દીનાં જ મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,34 5578 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદમાં 144, સુરતમાં 102, વડોદરામાં 130, રાજકોટમાં 64, દાહોદમાં 26, નર્મદામાં 15, ગાંધીનગરમાં 24, ખેડામાં 13, ભરૂચમાં 12, મોરબીમાં 12, ભાવનગરમાં 15, જૂનાગઢમાં 18, આણંદમાં 9, બનાસકાંઠામાં 9, પંચમહાલમાં 8, સુરેન્દ્રનગરમાં 7, મહેસાણામાં 6, સાબરકાંઠામાં 6, ગીરસોમનાથમાં 5, મહીસાગરમાં 4, તાપીમાં 4, અમરેલીમાં , નવસારી, અરવલ્લીમાં 3-3, બોટાદ, છાટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લો, વલસાડમાં 1 કેસ નોંધાયા છે.

રાજ્યમાં હાલમાં 9047 કેસ એક્ટિવ છે અને સારવાર લઈ રહ્યા છે. આ પૈકીના 60 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 8986 દર્દી સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 2,34, 558 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે 4321 દર્દીઓનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 2, સુરતમાં 1 મળીને કુલ 3 દર્દીનાં મોત થયા છે.