ભારતમાં કોરોનાનો સૌથી વધુ કહેર મહાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. અનલોકમાં છૂટ આપ્યા બાદ અનેક બોલિવૂડ એક્ટર્સે વિદેશમાં રજા ગાળી અથવા શૂટિંગ કર્યા છે. ઘણા સ્ટાર્સે લોકડાઉન નિયમોનું પાલન કર્યુ હતું. પરંતુ અમુક સ્ટાર્સે આ દરમિયાન બેદરકારી પણ દર્શાવી હતી. આવું જ કઇંક સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન અને અરબાઝ ખાને કર્યુ છે.

સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન, સોહેલ ખાન અને સોહેલ ખાનના દિકરા સામે બીએમસી દ્વારા જાહેર કરવામાં આવેલા કોરોનાના નિયમોના ઉલ્લંઘન બાદ ત્રણેયને મુંબઈની બાંદ્રા સ્થિત તાજ લેંડ્સ એન્ડ હોટલમાં ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. આ હોટલ તેમના બાંદ્રા પાલી સ્થિત નિવાસ સ્થાનથી ઘણી નજીક છે.

તેઓ 25 ડિસેમ્બરે દુબઇથી પરત ફર્યા હતા અને તેમને એક હોટલમાં ક્વોરેન્ટાઇનમાં રહેવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ નિર્દેશની ઐસી તૈસી કરીને ત્રણે તેમના ઘરમાં ગયા હોવાની ખબર પડયા બાદ બીએમસીના અધિકારીએ FIR નોંધાવી હતી. આ પહેલા પણ અરબાઝ માસ્ક ન પહેરવાને લઈ સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો હતો.