દિલ્હી-એન.સી.આરમાં રવિવાર સવારે વીજળીના ચમકારાઓ સાથે વરસાદ, નોઈડામાં સવારની શરૂઆત જોરદાર વરસાદ સાથે થઈ. આ સતત બીજો દિવસ છે કે દિલ્હી-એનસીઆરમાં વરસાદ પડ્યો છે. વરસાદના કારણે ઠંડીનો પ્રકોપ વધી ગયો છે. વીજળીના ચમકારા અને વાદળોની ગર્જનાની સાથે વરસાદ પડવાથી ઠંડી વધી ગઈ છે.

શનિવારે પણ દિલ્હીની આસપાસના વિસ્તારો નોઈડા અને ગાજિયબાદમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગનાએ પૂવાનુમાનમાં જણાવ્યું હતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે. આ કારણથી દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત અન્ય સ્થળો પર હવામાનમાં ફેરફાર અનુભવાઈ રહ્યો છે. શનિવારે દિલ્હીના અલગ-અલગ વિસ્તારો અને એનસીઆરમાં વરસાદ પડયો.

બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં નવા વર્ષની પહેલી સવાર ઘેરા ધુમ્મસથી છવાયેલી રહી હતી. સ્થિતિ એવી હતી કે થોડી દૂર જોવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. સવારમાં વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને પણ વાહન ચલાવવામાં તકલીફ પડી રહી હતી. ઠંડી વધવાથી શીત લહેર જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. એવામાં બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે. ઘેરા ધુમ્મસના કારણે ગાડીઓને ધીમે ધીમે ચલાવવી પડે છે. પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને સિંઘુ બોર્ડર ઉપર પણ સવારે વરસાદનો સામનો કરવો પડયો. હવામાન વિભાગે પહેલા જ ઠંડી વધવાની આગાહી કરી હતી. દિલ્હીમાં હાલમાં જોરદાર ઠંડી પડી રહી છે. એવામાં નાઇટ શેલ્ટર હોમ ઘર વગરના લોકો માટે એકમાત્ર આશરો છે.

દિલ્હીની બોર્ડરો પર કૃષિ બિલો વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોની સ્થિતિ પણ વરસાદના કારણે કફોડી થઈ છે. તેઓ આ તકલીફ સહન કરીને પણ પોતાનું આંદોલન ચલાવી રહ્યા છે. વરસાદ અને ઠંડીનો કુદરતી માર સહન કરનારા ખેડૂતો પોતાની માંગો સરકાર સ્વીકારશે તે બાબતે આશાવાદી છે.