વડાપ્રધાન મોદીએ નવા વર્ષના પ્રથમ દિવસે 6 રાજ્યોમાં 6 લાઇટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. પીએમ મોદીએ ત્રિપુરા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને તમિલનાડુમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટની આધારશિલા રાખી હતી. કાર્યક્રમમાં તમામ છ રાજ્યના મુખ્યમંત્રી પણ સામેલ થયા હતા. વર્ષ 2017માં જીએચટીસી- ભારત હેઠળ લાઇટ હાઉસ પરિયોજનાના નિર્માણ હેતુ છ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની જાહેરાત કરવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ, ‘આવાસની આ યોજનામાં ઉત્તર પ્રદેશના શહેરી વિસ્તારમાં તમામ માટે અત્યાર સુધી 17 લાખથી વધુ પરિવારોને ઘર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેમાંથી 615,000 ઘર પુરા થઇને તમામ ગરીબ પરિવારોને ઉપલબ્ધ કરાવવામાં આવી ચુક્યા છે.

લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે જે રાજ્યોની પસંદગી કરવામાં આવી છે જેમાં ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, ઝારખંડ અને ગુજરાત સામેલ છે. લાઇટ હાઉસ પ્રોજેક્ટ કેન્દ્રીય શહેરી મંત્રાલયની મહત્વકાંક્ષી યોજના છે, જેના હેઠળ લોકોને સ્થાનીક જળવાયુ અને ઇકોલોજીને ધ્યાનમાં રાખતા ટિકાઉ ઘર આપવામાં આવે છે.

2017માં કેન્દ્રીય આવાસ મંત્રાલય દ્વારા જીએચટીસી- ભારત હેઠળ લાઇટ હાઉસ પરિયોજનાના નિર્માણ હેતુ દેશભરના 6 રાજ્યોની પસંદગી કરી રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એક પડકારની શરૂઆત કરી હતી. મંત્રાલય દ્વારા આ પડકારમાં સક્રિય રીતે ભાગ લેવા માટે તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નિર્ધારિત માનદંડો અનુસાર સૌથી વધુ અંક મેળવનારા 6 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લાઇટ હાઉસ પ્રોજેક્ટ પ્રદાન કરવાની જાહેરાત કરવામાં આવી હતી.