બોલિવૂડ એક્ટર રણબીર કપૂરએ 2021 એટલે કે નવાં વર્ષનું ધમાકેદાર અંદાજમાં સ્વાગત કર્યું છે. એક્ટરે વર્ષનાં પહેલાં દિવસે રાત્રે 12.01 વાગ્યે તેની નવી ફિલ્મની જાહેરાત કરી છે. રણબીર કપૂરે તેની નવી ફિલ્મની જાહેરાત કરી ફેન્સને સરપ્રાઇઝ આપી છે. રણબીરની નવી ફિલ્મનું નામ છે “એનિમલ” જેનું નિર્દેશન કબીર સિંહ ફેઇમ સંદીપ રેડ્ડી વાંગા કરી રહ્યાં છે. ટી સીરીઝ તરફથી તેનો ટીઝર વીડિયો શેર કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, રણબીર કપૂરની સાથે આ ફિલ્મમાં અનિલ કપૂર, પરિણીતિ ચોપરા, બોબી દેઓલ પણ હશે. અનિલ કપૂર અને બોબી દેઓલે પણ તેમનાં સોશિયલ મીડિયા પેજ પર તેમની ફિલ્મનો ટીઝર વીડિયો શેર કર્યો છે. સાથેજ તેણે ફિલ્મની શરૂઆત અંગે પોતાની આતુરતા પણ જાહેર કરી છે. વીડિયોનાં બેકગ્રાઉન્ડમાં રણબીર કપૂરનો અવાજ સંભળાય છે જેમાં તે તેનાં પિતા અંગે વાત કરી રહ્યો છે.

ટીઝર વીડિયોમાં એવું જોવા મળી રહ્યું છે કે આ એક ફેમિલી ડ્રામા હશે. વીડિયોમાં આવતી અવાજમાં રણબીર કહે છે કે, ‘પપ્પા આગલા જનમમાં તમે મારો દીકરો બનજો, પછી જોજો હું તમને કેવી રીતે પ્રેમ કરુ છું. અને શીખજો તમે.. કારણકે તેનાં પછીના જન્મમાં હું પાછો તમારો દીકરો અને તમે મારા પપ્પા. તમે તમારી રીતે પ્રેમ કરજો મારી રીતે નહીં. તમે સમજો છો ને પપ્પા. બસ તમે સમજી લો તે કાફી છે. આ ફિલ્મમાં પહેલાં પરિણીતિ ચોપરાની જગ્યાએ સારા અલી ખાનની ચર્ચા હતી. સંદીપ રેડ્ડીનો ભાઇ પ્રણય રેડ્ડીની સાથે મળી ભદ્રકાળી પિક્ચર્સ નામની પ્રોડક્શન કંપની બનાવી છે. અને આ કંપની ટી સીરીઝની સાથે મળી આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યાં છે.