પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

રાજ્યમાં કોરોના નવા 810 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં 24 કલાકમાં 6 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં નવા કેસની સંખ્યા ઘટી રહી છે ત્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં 1016 દર્દી સાજા થયા છે. આજના કેસની સંખ્યા ઉમેરતા રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,42,655 થઈ ગયો છે.

ગુજરાતમાં 24 કલાકમાં નવા નોંધાયેલા કેસ અમદાવાદમાં 174, સુરતમાં 149, વડોદરામાં 123, રાજકોટમમાં 69, કચ્છમાં 34, મહેસાણામાં 29, બનાસકાંઠામાં 20, પંચમહાલમાં 17, ખેડામાં 14, ભાવનગરમાં 18, ગાંધીનરમાં 23, જૂનાગઢમાં 19, સાબરકાંઠામાં 11, ભરૂચમાં 10, દાહોદમાં 10 કેસ નોંધાયા છે. આણંદમાં 9, ગીરસોમનાથમાં 9, મોરબી અને પાટણમાં 8-8, મહીસાગરમાં 7, અમરેલીમાં 6, સુરેન્દ્રનગરમાં 6, ભાવનગરમાં 5,બોટાદમાં 4, નર્મદામાં અને અરવલ્લીમાં 3-3, જામનગરમાં શહેરમાં 3, નવસારીમાં 3, છોટાઉદેપુરમાં 2, દેવભૂમિ દ્વારકામાં 2, પોરબંદરમાં 2, વલસાડમાં 2, ડાંગમાં 1, તાપીમાં 1 અને જામનગર જિલ્લામાં 0 કેસ મળી અને 810 કેસ નોંધાયા છે.

રાજ્યમાં અત્યારે 10223 એક્ટિવ કેસ છે, હાલમાં 61 દર્દીઓ વેન્ટિવલેટર પર છે. રાજ્યમાં કુલ 10162 દર્દી સ્ટેબલ છે જ્યારે 2,28,144 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કુલ 4288 દર્દીઓનાં મોત થયા છે. આજે વધુ 6 દર્દીઓ કોરોના સામે જંગ હારી ગયા છે. આ દર્દીઓમાં અમદાવાદ શહેરના 3, અરવલ્લી, પાટણ અને સુરત શહેરના 1-1 દર્દીનો સમાવેશ થાય છે.

રાજ્યનો રિકવરી રેટ 94.02 ટકા પર પહોંચી ગયો છે જ્યારે આજે રાજ્યમાં 52,906ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 5,03, 276 વ્યક્તિઓ સરકારી ચોપડે ક્વૉરન્ટાઇન છે. આ દર્દીઓમાં કોરોના પોઝિટિવ દર્દીઓ છે કે નહીં તેની ચોક્કસ માહિતી સામે આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.