બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવી દીધું છે. 70 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ભારતે શરૂઆતમાં મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પૂજારાની વિકેટો ગુમાવી દીધી હતી. પરંતુ કેપ્ટન અજિંક્ય રહાણે અને શુભમન ગિલે ધ્યાનપૂર્વક રમતનું પ્રદર્શન કરીને ભારતને મેલબોર્ન ટેસ્ટમાં સન્માનજનક જીત અપાવી છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં હવે ભારત અને ઓસ્ટ્રેલિયા 1-1 ટેસ્ટ જીતી સરસાઈ પર છે.

ટીમ ઈન્ડિયાએ પહેલી ઇનિંગમાં કેપ્ટન અજિંક્ય રહાણેની સદી અને રવિન્દ્ર જાડેજાની અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયા સામે 326 રનનો મોટો સ્કોર ખડકી દીધો. તેના કારણે ભારતને 131 રનની અગત્યની લીડ મળી હતી. ભારતની છેલ્લી પાંચ વિકેટ ઝડપથી ન પડતી તો વધુ મોટી લીડ મળી શકતી હતી.

આર અશ્વિન, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાઝની બોલિંગને પગલે ઑસ્ટ્રેલિયાની ટીમે 195 રન બનાવીને ઘૂંટણીયા ટેકવી દીધા છે. ટૉસ જીતીને બેટિંગ કરવા માટે ઉતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમ બૉક્સિંગ ડે ટેસ્ટ મેચના પ્રથમ દાવમાં ફક્ત 195 રન બનાવી શકી હતી.

ભારત પ્લેઇંગ XI: અજિંક્ય રહાણે (કેપ્ટન), મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, હનુમા બિહારી, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ.

ઑસ્ટ્રેલિયા પ્લેઇંગ XI: જો બર્ન્સ, મૈથ્યૂ વેડ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મીથ, ટ્રેવિસ હેડ, કમરન ગ્રીન, ટિમ પેન (કેપ્ટન, વીકેટકીપર), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, નાથન લૉયન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.