ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આહવા ડાંગનાં ચેરમેન તરીકે વિજયભાઈ પટેલ અને વાઇસ ચેરમેનપદે દિનેશભાઇ ભોયેની બિનહરીફ વરણી કરાઈ હતી.

સુત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે જોઈએ તો રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડાંગ જિલ્લાના ચેરમેન અને વાઈસ ચેરમેનની ટર્મ પુરી થતા નવા ટર્મનાં ચેરમેન અને વાઈસ ચેરમેન માટે નાયબ નિયામક ખેત બજારની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી.

જેમાં ચેરમેનપદે ધારાસભ્ય વિજયભાઈ પટેલની અને વાઈસ ચેરમેનપદે દિનેશભાઇ ભોયેની બિનહરીફ વરણી કરાઈ હતી. અહી નવનિયુક્ત ચેરમેન અને વાઈસ ચેરમેનને ખેતીવાડી ઉત્પન્ન સમિતિનાં સભ્યો સહિત તમામ પદાધિકારીઓએ શુભેચ્છા પાઠવી હતી. આગામી સમયમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, આહવા તથા ખેડૂતોને જરૂરી સંસાધન પ્રાપ્ત થાય તે માટે પ્રયત્નશીલ રહેવાની ચેરમેને સૌને ખાતરી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.