રાજ્યમાં વર્તમાન સમયમાં પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આતંરરાષ્ટ્રીય પતંગોત્સવ-૨૦૨૧ ( international kite festival 2021 ) રદ્દ કરવામાં આવ્યો છે. આવનારા વર્ષે દરમિયાન યોજનાર પતંગોત્સવ રદ્દ કરવામાં આવ્યો છે.

મોજુદ સ્થિતિના કારણે જો આ પતંગોત્સવ યોજાય તો કોરોના સંક્રમણ વધી શકે છે. આ બાબતે નકારાત્મક પરિણામ ધ્યાનમાં લઇ રાજ્ય સરકારનો આ નિર્ણય જોવા મળી રહ્યો છે. વળી પતંગોત્સવ માટે વિદેશી પતંગોબાજોમાં પણ નીરસતા જોવા મળી હતી અને પતંગોત્સવ યોજાશે તો કોરોના સંક્રમણ ફેલવાનો પણ ભય છે. હાઇકોર્ટની ટકોર બાદ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સુત્રોનું કહેવું છે.

ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ ગુજરાત સરકારે આ નિર્ણય લીધો છે. ઉત્તરાયણ પર્વને લઈને સરકાર SOP જાહેર કરી શકે છે ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં પોલીસ મોનિટરીંગ રાખશે. નિયમ વિરુદ્ધ લોકો એકઠા થશે તો પોલીસ કરશે કાર્યવાહી કરવામાં આવશે. પતંગ ખરીદીને લઈને પણ નિયમો જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.