ન્યુ દિલ્હી:  આજ સુધી ભારત અને પાકિસ્તાનના સંબંધો પર ઘણી ફિલ્મો બોલિવૂડમાં બની ચૂકી છે. ઘણી ફિલ્મોમાં ભારત તરફથી શૌર્ય કથાઓ જોરશોરથી કહેવામાં આવે છે. હવે તેનાથી એક ડગલું આગળ વધીને રો જાસૂસી સંસ્થાના સૌથી ખતરનાક મિશન પર એક ફિલ્મ તૈયાર થઈ રહી છે.

આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા લીડ રોલમાં કામ કરશે. રશ્મિકા મંધાના આ ફિલ્મ સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. રશ્મિકા તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં લોકપ્રિય છે પરંતુ હિન્દી ફિલ્મમાં પહેલી વાર કામ કરી રહી છે. મિશન મજનુ ફિલ્મમાં ડાયરેક્ટર તરીકે શાંતનુ બાગચી પણ પહેલી વાર કામ કરી રહ્યા છે જ્યારે આ ફિલ્મને રોન સ્ક્રૂવાલાએ પ્રોડ્યુસ કરી છે જેમણે આ અગાઉ ઉરી-ધ સર્જીકલ સ્ટ્રાઇક અને મર્દ કો દર્દ નહીં હોતા જેવી ફિલ્મો આપેલી છે.

મિશન મજનુ એ સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. જેનો આધાર ૧૯૭૦માં પાકિસ્તાન સામે ભારતના સૌથી નીડર મિશન પરથી લેવામાં આવ્યો છે. આ એક ખતરનાક મિશન હતું. આ મિશનને કારણે જ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબધો હંમેશાં માટે બદલાઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.