રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1026 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7 લોકોના મૃત્યુ થયા હતા. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 2 લાખ 34 હજારને પાર પહોંચી ગઈ છે. જો કે, સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

રાજ્યમાં આજે  1252 લોકોએ કોરોના મ્હાત આપી હતી. આ સાથે અત્યાર સુધી કુલ 2,17,935 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. રાજ્યમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 93.02 ટકા છે.

આજે નવા નોંધાયા કેસ અમદાવાદ કોર્પોરેશનમાં 211, સુરત કોર્પોરેશનમાં 136, વડોદરા કોર્પોરેશનમાં 102, રાજકોટ કોર્પોરેશનમાં 90, વડોદરા 40, કચ્છ-38, રાજકોટ-38, મહેસાણા-32, સુરત-30, ગાંધીનગર-24, પંચમહાલ-23, ખેડા-19, ગાંધીનગર કોર્પોરેશન-18, બનાસકાંઠા-17 અને બરુચ-સાબરકાંઠામાં 16-16 કેસ નોંધાયા હતા.