રાકેશ રોશનની ડાયરેકશનમાં અને રિતિક રોશનના અભિનયવાળી ફિલ્મ ‘કોઈ મિલ ગયા’ ઘણી સફળ અને મોટી બની છે. રાકેશ રોશનની આ ફ્રેન્ચાઇઝીમાં ક્રિશ અને ક્રિશ ૩ ને રિલીઝ કરવામાં આવ્યા છે. હવે ક્રિશ 4ને લઈને પણ પૂરજોશમાં તૈયારીઓ થઇ રહી છે.

ફિલ્મ ક્રિશ 4 વિશે હજી સુધી કોઈ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી, પરંતુ એટલી અટકળો થઈ રહી છે કે અહેવાલ છે કે દિપીકા પાદુકોણ રિતિકની આ મેગા બજેટ ફિલ્મમાં કાસ્ટ થશે. રાકેશ રોશન ક્રિશ 4 માટે દીપિકા પાદુકોણને સાઇન કરવા માંગે છે.

અભિનેત્રી દીપિકા પહેલા કિયારા અડવાણી અને કૃતિ સેનનનાં નામો પર ઘણી ચર્ચા થઈ હતી. પરંતુ બંનેમાંથી કોઈને કાસ્ટ કરવામાં આવી ન હતી. આવી સ્થિતિમાં દીપિકાને લેવામાં આવે છે કે નહીં, તે જોવું રહ્યું. પરંતુ આ બધી માહિતી છતાં પણ ફિલ્મ વિશે કશું કહી શકાય નહીં. ખુદ રાકેશ રોશન કહી રહ્યા છે કે હાલમાં ફક્ત સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. કંઈ ફાઇનલ કરવામાં આવ્યું નથી.

ડિરેક્ટર રાકેશ રોશનની બાજુથી ચોક્કસપણે કહેવામાં આવ્યું છે કે રિતિક ક્રિશ 4 માં હીરોની સાથે વિલનની ભૂમિકા પણ ભજવશે. આ વખતે ક્રિશ 4 વધુ મોટી અને VFXથી ભરપૂર બનાવવાની તૈયારી ચાલી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે પ્રિયંકા ચોપડા ક્રિશ 4 માં સાઇન નહીં થાય. તે ક્રિશ અને ક્રિશ 3 નો ભાગ હતી. હવે કઈ અભિનેત્રીને આ ફિલ્મમાં સાઈન થશે નિર્ણય થોડા સમયમાં જાહેર થવાનો સુત્રો પાસેથી માહિતી મળી રહી છે.