ઓરિસ્સમાં આવેલા ભુવનેશ્વર શહેરમાં રહેતી માનશી સથપતિ 40 આદિવાસી બાળકોને ભણાવવાનું કામ કરી રહી છે. તે ભુવનેશ્વરની બાજુમાં આવેલા રસૂલગઢના વૃક્ષની નીચે બાળકોને ભણાવે છે. માનશી કહે છે કે, આ બાળકોના માતા-પિતા છૂટક મજૂરી કરે છે. જો કે, સરકારે શ્રમિકો માટે ઘણી યોજના બનાવી છે પરંતુ તેઓ પોતાની જગ્યા છોડવા માગતા નથી. મને આશા છે કે હું આ બાળકોને ભણાવીશ તો શક્ય છે તે લોકોની અભ્યાસ પ્રત્યે રુચિ વધશે.

માનશી આ બાળકોને અંગ્રેજી, ઉડિયા, સામાન્ય જ્ઞાન અને ગણિત ભણાવે છે. માનશીની રુચિ સિંગિંગ, ડાન્સિંગ અને ડ્રોઈંગમાં પણ છે. તે અઠવાડિયામાં બે વાર આ બાળકોને ડાન્સ પણ શીખવાડે છે. માનશીના વિદ્યાર્થીઓ મોટા થઈને ડૉક્ટર બનવા માગે છે અને માનશીને ખબર છે કે અભ્યાસ વગર તેમના સપનાં પૂરા નહિ થાય. તે બાળકોને ભણાવવાની સાથે ચોકલેટ અને બિસ્કિટ પણ વહેચે છે.

મહામારી દરમિયાન પણ માનશીનું કામ બંધ ના થયું, પરંતુ બાળકોની સુરક્ષા ધ્યાનમાં રાખીને તેણે અઠવાડિયામાં એક વખત જ ક્લાસ લીધા. આ બાળકો ક્લાસમાં આવ્યા પહેલાં માસ્ક પહેરે છે અને સોશિયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખે છે.