એડિલેડ ટેસ્ટમાં ભારતીય ટીમને ૮ વિકેટથી અત્યાર સુહીની સૌથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. ભારત હાલ સિરીઝમાં 0-1થી પાછળ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના બોલર આગળ ભારતે ઘૂટણ ટેકવા પડ્યા, જેના કારણે આજે તેમને હારનો સામનો કરવો પડી રહ્યો છે.

હેઝલવુડની શાનદાર બોલિંગ: ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે ભારતની બીજી ઇનિંગ્સમાં કોઈ બેટ્સમેનને રમવા દીધું નહી અને તેણે માત્ર 8 રન આપી 5 વિકેટ ઝડપી પાડી હતી. તેણે આ મેચની પહેલી ઇનિંગ્સમાં 1 વિકેટ મેળવી હતી.

ભારતીય બેટ્સમેન નિષ્ફળ: ટીમ ઇન્ડિયાની પહેલી ઇનિંગ્સમાં 244 રન બનાવ્યા હતા, પરંતુ બીજી ઇનિંગ્સમાં ભારતીય શેર સંપૂર્ણ રીતે ઢેર થઈ ગયા. ભારતની આખી ટીમ 36 રન પર ઓલઆઉટ થઈ ગઇ. આ ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાનો ન્યૂનતમ સ્કોર છે.

હોસ્ટ ઓસ્ટ્રેલિયાની ટીમને જીતવા માટે 90 રનનો સરળ સ્કોર મળ્યો છે. જેમાં તેમણે 2 વિકેટ ગુમાવી સ્કોર પૂરો કર્યો અને આ ટેસ્ટ મેચ ત્રીજા દિવેસે જ પૂર્ણ થઈ ગઇ.

ટીમ ઇન્ડિયાના પ્લેઈન્ગ ઇલેવન: વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (ઉપ-કપ્તાન), હનુમા વિહારી, ઋદ્ધિમાન સાહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મો. શમી, જસપ્રીત બુમરાહ.

ઓસ્ટ્રેલિયાના પ્લેઈન્ગ ઇલેવન: જો બર્ન્સ, મેથ્યુ વેડ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, ટિન પેન, પૈટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, નાથન લિયોન.