ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામોના બાળકોને અંગ્રેજીનો ડર દૂર કરી સરળ રીતે અંગ્રેજી શીખવવાનું બીડું ઝડપનાર વાંઝીટેમ્બ્રુન પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકે તાલુકા કક્ષાએ ઈનોવેશન ફેરમાં પ્રતિનિધિત્વ કર્યું હતું.
હાલના સમયમાં જોઈએ તો કોવિડના કારણે શાળાઓ બંધ છે પણ શિક્ષણ નહીં જે ઉક્તિને ચરિતાર્થ કરતા શિક્ષકો પોતાની આગવી કોઠાસૂઝ અને ખંતથી વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવી તેમની શૈક્ષણિક ગુણવત્તાને જાળવવાનું કામ કરી રહ્યા છે ડાંગ જેવા ડુંગરાળ અને દુર્ગમ વિસ્તારની અંદર આહવાથી લગભગ ૨૫ કિલોમીટર દૂર વાંઝીટેમ્બ્રુન પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક નીતિનભાઈ બંગાળે એક નવતર પ્રયોગ હાથ ધરી તાલુકા કક્ષાએ ઈનોવેશન ફેરમાં પ્રતિનિધિત્વ કર્યું છે.
નવી વર્તમાન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦માં જણાવ્યા મુજબ પ્રાદેશિક કે સ્થાનિક બોલીમાં સૌપ્રથમ શિક્ષણ આપી માન્ય ભાષા તરફ વિદ્યાર્થીઓના લઈ જવા કંઈક આ રીતે નીતિનભાઈએ સૌપ્રથમ વિદ્યાર્થીઓને સ્થાનિક ડાંગી બોલીમાં સામાન્ય વાર્તાલાપ પરિચય કેળવ્યા બાદ માન્ય ભાષા ગુજરાતી અને ત્યારબાદ અંગ્રેજી ભાષાની અંદર વાર્તાલાપ કરાવી બાળકની અંગ્રેજી ભાષા પ્રત્યેનો ડર દૂર કર્યો અને સાથે તેમનામાં અંગ્રેજી ભાષા પ્રત્યેનો આત્મવિશ્વાસ પણ કેળવ્યો છે.
નોંધનીય બાબત એ છે કે જે જ્યાં બાળકો ઠીક ગુજરાતી બોલતા શીખે છે તેવા વિસ્તારમાં આજે વાંઝીટેમ્બ્રુન પ્રાથમિક શાળાના અંગ્રેજી ભાષામાં સામાન્ય વાતચીત કે પરિચય કેળવી શકે છે. આમ GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વઘઇ આયોજિત તાલુકા કક્ષાના ઈનોવેશન ફેર આહવા BRCમાં નીતિનભાઈ બંગાળે ઉત્સાહ અને ઉમંગથી ભાગ લીધો હતો, જે બદલ તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.