દક્ષિણ ગુજરાતની આમ જનતા તમામ સાથે દિલનો સંબંધ બાંધીને દોડતી તેમની છુક છુક ગાડી હવે કાયમ માટે બંધ કરી દેવાઈ છે. પુરતી આવક ન થતી હોવાથી તેમજ તેનો નિભાવ ખર્ચ વધાર પડતો આવતો હોવાને લઈને તેના પાટીયા પાડી દીધા છે.
આ ટ્રેન ડુંગરાળ પ્રદેશના અંતરિયાળ વિસ્તારને શહેરી વિસ્તાર સાથે જોડતી હોય અને ઐતિહાસિક ધરોહર હોય તે ચાલુ રાખવામાં આવી હતી પરંતુ હાલ કોરોનાને પગલે છેલ્લા 8 માસથી આ ટ્રેન સદંતર બંધ છે. આ ટ્રેનને કાયમ માટે બંધ કરી દેવાનો સરકારે આખરે નિર્ણય લઈ લીધો છે
આપને જણાવી દઈએ કે 105 વર્ષ પૂર્વે ગાયકવાડી સ્ટેટનાં સમયગાળામાં 1915માં બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક આદિવાસી પ્રજા શરેહીજનો સાથે ભળી શકે તે માટે દુરંદેશી રાખીને આ બાપુની આ છુકછુક ગાડી શરૂ કરવામાં આવી હતી. જો કે આજે એક શતક બાદ ટ્રેનનાં પૈંડા અટકી ગયા છે. સ્થાનિક ધારાસભ્યનું કહેવું છે કે આ મુદ્દે રજૂઆત કરશે. જો ટ્રેન ચાલુ કરવામાં નહિ આવે તો આંદોલન પણ કરીશું.