ગુજરાતમાં અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોને પડતા પર પાટુ માર્યું છે જીલ્લામા વરસાદી માહોલ બનતા જગત નો તાત ચિંતામાં મુકાયો છે. અને ખેડૂતોને ડાંગર,શાકભાજી જેવા પાકમાં નુકસાન પણ સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે કપરાડા તાલુકાના ચાવશાળા ગામે એક કાચું મકાન કમોસમી વરસાદને પગલે ધરાશાયી થયું હતું જોકે ઘટના પગલે કોઇ જાનહાની બની નથી.

કપરાડા તાલુકાના ચાવશાળા ગામે બરડા ફળિયામાં રહેતા કમલેશભાઈ ધાકલભાઈ પવારનું ઘર વરસાદી માહોલ વચ્ચે ગત મોડી રાત્રે ધડાકાભેર તૂટી પડયું હતું જોકે આ ઘટના બની તે સમયે ઘરમાં કોઈ પણ હાજર નહતું અને તમામ લોકો બહાર હોવાને કારણે આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી નથી પરંતુ અચાનક બનેલી આ ઘટનાને પગલે તેમની ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે અને વરસાદી પાણીના કારણે ઘરના તમામ સામાને નુકશાન થયું છે. જેથી આદિવાસી પરિવારનું ઘર તૂટી જતા તેઓને નિરાધાર બનવાનો વારો આવ્યો છે

આ ઘટનાની જાણકારી મળતા કપરાડા તાલુકાના મામલતદાર કલ્પેશ સુવેરા ચાવશાળા ગામની મુલાકાત લીધી હતી અને તમામ પ્રકારનો રીપોર્ટ બનાવી વલસાડ કલેકટરને ઘટના અંગે જાણકારી આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.