પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1318 કેસ સામે આવ્યા છે. તો રાજ્યમાં કોરોનાને લીધે વધુ 13 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાની સારવાર બાદ વધુ 1550 દર્દીઓ સાજા થયા છે. નવા કેસની સાથે ગુજરાતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખ 22 હજાર 811 પર પહોંચી ગઈ છે. તો કુલ મૃત્યુઆંક 4123 થઈ ગયો છે. રાજ્યનો રિકવરી રેટ 91.85 ટકા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદમાં 269 કેસ સામે આવ્યા છે. તો સુરતમાં 176, વડોદરામાં 135, રાજકોટ 92, મહેસાણા 52, રાજકોટ ગ્રામ્ય 43, બનાસકાંઠા 41, પાટણ 40, વડોદરા ગ્રામ્ય 40, ગાંધીનગર 36, સુરત ગ્રામ્ય 36, જામનગર 32, ખેડા 28, અમરેલી 23, ગાંધીનગર શહેર 21, પંચમહાલ 21 અને સાબરકાંઠામાં 21 કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 8 દર્દીઓના મૃત્યુ થયા છે. તો સુરત શહેરમાં 2, અમરેલી 1, બનાસકાંઠા 1, રાજકોટમાં એક દર્દીનું મોત થયું છે. આમ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાને લીધે 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.