બોલિવૂડ થી હોલિવૂડ પહોંચેલી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાની બુક ‘Unfinished’ બહાર પાડવા માટે તૈયાર છે. સોશિયલ મીડિયા પર પ્રિયંકાએ તેની પ્રથમ ઝલક શેર કરી છે. બુક સાથે ખુદની તસવીર શેર કરતા પ્રિયંકાએ એક ઇમોશનલ પોસ્ટ લખી છે.
પ્રિયંકા ચોપડા લખ્યું છે, “તે ફિલિંગ, જ્યારે તમે ખુદના પુસ્તકને પ્રથમ વખત પોતાના હાથમાં પકડો છો, મજાક કરી રહી છું. મારા હાથમાં માત્ર પુસ્તકનું જેકેટ આવ્યુ છે જે બુક પર લપેટવામાં આવે છે. બસ અનુભવ કરી રહી હતી કે તેને પકડીને કેવુ લાગે છે. રાહ નથી જોઇ શકતી, આવતા મહિને આ પુસ્તક લોન્ચ થવાનું છે. ખુદની પ્રથમ કોપીને પહેલાથી તમે બુક કરી શકો છો, બાયોમાં આપવામાં આવેલી લિંક પર.
View this post on Instagram
મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં પ્રિયંકા ચોપડાએ લગ્નની બીજી વર્ષગાંઠ પર પતિ નિક જોનસ સાથેની કેટલીક અનસીન તસવીર શેર કરી હતી. તે લાલ લહેંગામાં દુલ્હનની જેમ દેખાતી હતી. તસવીરમાં પ્રિયંકા અને નિક એક બીજાનો હાથ પકડીને ક્લોઝ ઉભેલા જોવા મળતા હતા. બીજી તરફ એક અન્ય તસવીરમાં મહેમાનોની ભીડ વચ્ચે બન્ને એક બીજાને વરમાળા પહેરાવતા જોવા મળી રહ્યા હતા. કપલે વર્ષ 2018માં જોધપુરના ઉમેદ ભવનમાં લગ્ન કર્યા હતા.