આપણા ભારતીય મૂળના હેલ્થ એક્સપર્ટ અનિલ સોનીની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ફાઉન્ડેશનમાં સીઈઓ તરીકે નિમણૂક કરાઈ છે. વિશ્વ આરોગ્ય સંગઠને વિશ્વમાં આરોગ્યના મોરચે લડવા માટે નવી સંસ્થા બનાવી છે. અનિલ સોની તેના પ્રથમ CEO બન્યા છે.

આવનારા નવા વર્ષની ૧ જાન્યુઆરીથી અનિલ સોની તેમનું કામ સંભાળશે. આ સમયગાળા દરમ્યાન તેમનું મુખ્ય ફોકસ વિશ્વમાં આરોગ્ય ક્ષેત્રે નવી ટેક્નિકનો ઉપયોગ અને તેનો સામાન્ય લોકોને લાભ પહોંચાડવા પર રહેશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મે ૨૦૨૦માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ફાઉન્ડેશનની શરૂઆત કોરોના સંકટ વચ્ચે કરી હતી. અત્યાર સુધી અનિલ સોની ગ્લોબલ હેલ્થ કૅર કંપની વિયાટ્રિસની સાથે હતા. જ્યાં તેઓ ગ્લોબલ ઇન્ફેકશન ડિસીસના વડા તરીકે કાર્ય કરતા હતા.