વર્તમાન સમયમાં સરકારના કૃષિ કાયદાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પીછે હટ કરવા તૈયાર નથી. ખેડૂતોનું કહેવું છે કે અત્યાર સુધી કેન્દ્ર સરકાર કાયદાને પાછા નથી લેતી એને પાછા લેવાની વાત લેખિતમાં નથી આપતી ત્યાં સુધી તે પ્રદર્શન ખતમ નહીં કરે. પરંતું હાડ કકડાવતી ઠંડીમાં ખેડૂતો રસ્તા પર અડેલા છે. આ દરમિયાન ખેડૂતોના અલગ અલગ કારણોસર મોત થયા છે. ખેડૂતોના પ્રદર્શન દરમિયાન જીવ ગુમાવનારા પ્રદર્શન કારીઓને શહીદ કહેવાનું શરુ કરી દીધું છે.

ગત મંગળવારે ટિકરી બોર્ડર પર એક ખેડૂતનું મોત થયું છે. ૩૨ વર્ષના મૃત ખેડૂત સોનીપતના બરોદાના રહેવાસી હતા. પ્રદર્શનકારિયોએ જણાવ્યુ કે અચાનકથી તેની તબિયત ખરાબ થઈ ગઈ એ બાદ તેમને હોસ્પિટલમાં ભરતી કર્યા હતા. તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. ત્યારે પરિવારજનોનું કહેવું છે કે ઠંડીના કારણે તેમનું મોત છે. જ્યારે પોલીસનું કહેવું છે કે હાઈપોથર્મિયાના કારણે તેમનું મોત થયુ હોવાની શક્યતા છે.

જો કે ખેડૂત આંદોલન દરમિયાન આ પહેલી મોત નથી. પ્રદર્શન દરમિયાન કેટલાક હાલમાં જ ઘણા ખેડૂતોના મોત થયા છે. ૬ મહિનાનું રાશન- પાણી લઈને પ્રદર્શન માટે આવેલ ખેડૂતો માટે ગુરમૈલ કોર રોટલી બનાવતી હતી. મંગળવારે અચાનક તેમનું મોત થઈ ગયું. સિંધું બોર્ડર પર સોનીપતના જ સંજય સિંહ નું પણ પ્રદર્શન દરમિયાન મોત થયું છે. ત્યારે હરિયાણામાં જીંદમાં ધરણા પર બેઠેલા ખેડૂતનું હાર્ટ એટેકથી મોત થયું છે. આ આંદોલનમાં સામેલ 60 વર્ષીય ખેડૂત ગુરજંત સિંહનું બહાદુરગઢ બોર્ડર પર મોત થયું છે. ત્યારે દિલ્હી બોર્ડર પર ખેડૂત ગુરુભાષ સિંહે પ્રદર્શન દરમિયાન દમ તોડ્યો છે. લુધિયાનાના ખટરા ભગવાનપુરા ગામમાં રહેનારા ગજ્જર સિંહ ખેડૂત આંદોલનમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. તે દરમિયાન હાર્ટ એટેકથી તેમનું મોત નિપજ્યું છે. પંજાબના ખેડૂતોનું ટ્રેક્ટર રિપેર કરી રહેલા મિકેલનીકનું કારમાં આગ લાગતા મોત થયું છે.

પ્રદર્શનકારીઓના મોત બાદ ખેડૂત ભડક્યા હતા. તેમણે ખેડૂતો પર ગુસ્સો ઠાલવ્યો હતો. માનકસિંહ ખેડૂત આંદોલન પહેલા દિવસથી અહીં હાજર હતા. જો ખેડૂત આંદોલન ન હોત તેમનો સાથી જીવતો હોત. શું તેમને શાંતિથી રહેવાનું પસંદ નથી. સરકારે ફરી આના પર વિચારવાની જરૂર છે.

હાલમાં દિલ્હીની બોર્ડર પર ખેડૂત પ્રદર્શનને આજે ૧૩મો દિવસ છે. કકડાવતી ઠંડીમાં પોતાના અનેક સાથીઓને ગુમાવ્યા બાદ તેમના ઈરાદા નબળા થયા નથી. તેઓ કહી રહ્યા છે કે જ્યાં સુધી તેમની માંગ ન માનવામાં આવે ત્યાં સુધી તેઓ પીછે નહીં કરે. તેમણે પોતાની સાથે ખાવા પીવાનો સામાન ઉપરાંત દવાઓની વ્યવસ્થા કરી લીધી છે. ઘણા સાથીઓને ગુમાવ્યા બાદ પણ તેઓ પાછળ હટવા તૈયાર નથી. સરકાર જીદ પર અડી છે. ત્યારે સવાલ એ છે કે આંદોલન દરમિયાન થયેલા મોત માટે કોણ જવાબદાર છે ? એનો નિર્ણય કોણ લેશે.