નવી દિલ્હીઃ ગઈ કાલે ખેડૂતો દ્વારા આપેલા બંધના એલાનના દિવસે રાત્રે ૯:૦૦ વાગ્યાની આસપાસ ૧૩ ખેડૂત નેતાઓ અને ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં અમિત શાહેર લેખિત પ્રસ્તાવ આપવાની વાત કરી હતી. સરકાર કૃષિ કાયદાને પાછો નહીં લે તેવું અખિલ ખેડૂત સભાના મહાસચિવ હનન મુલાએ જણાવ્યું હતું. અને બુધવારે થનારી છઠ્ઠા તબક્કાની ખેડૂત અને અમિત શાહ સાથેની બેઠક પણ સ્થગિત રહ્યાની જણાવ્યું હતું.

અખિલ ભારતીય ખેડૂત સભાના મહાસચિવ હનન મુલાએ કહ્યું કે સરકાર કૃષિ કાયદો પરત લેવા માટે તૈયાર નથી. ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક બાદ ખેડૂત નેતાઓએ કહ્યું કે આજે અમિત શાહે લેખિત પ્રસ્તાવ આપવાની વાત કરી છે. સરકાર કાલે પ્રસ્તાવ આપશે. અમે પ્રસ્તાવ ઉપર વિચાર કરીશું. ખેડૂત નેતા હનન મુલાએ કહ્યું કે, ખેડૂતો અને સરકાર વચ્ચે કાલે બુધવારે કોઈ બેઠક યોજવામાં આવશે નહિ.

દેશમાં હાલ કૃષિ સુધાર કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે છઠ્ઠા તબકાની ચર્ચાના એક દિવસ પહેલા મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગતિરોધ સમાપ્ત કરવા માટે પ્રયત્નો અંતર્ગત ખેડૂતો નેતાઓના એક ગૃપ સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૧૩ ખેડૂત નેતાઓને અમિત શાહ સાથે બેઠક કરવા માટે બોલાવાયા હતા.

AIKS નેતા અને માકપા પોલિત બ્યૂરોના સદસ્ય હનન મુલાએ કહ્યું કે અમિત શાહે તેમને કહ્યું કે સરકાર જે સંશોધન કરવા માંગે છે તે તેમને લેખિતમાં આપશે. અને અમે ત્રણે કાયદાઓને રદ કરવા માંગીએ છીએ. વચ્ચેનો કોઈ રસ્તો નથી. શાહ સાથેની બેઠકમાં હાજર ૧૩ યુનિયનોએ કાયદાને રદ કરવાની માંગણી કરી અન્યની સાથે ચર્ચા કરીને અમે ફરીથી ચર્ચા સંબંધમાં નિર્ણય કરવામાં આવશે.