રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1325 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદની છે. રાજ્યમાં વધુ 15 દર્દીનાં નિધન થતા કોરોનાની કાતિલ રફતાર જોવા મળી છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોવિડના કારણે કુલ 2,03,111 દર્દીઓ સંક્રમિત થઈ ચુક્યા છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંકડો 50000ને પાર થઈ ગયો છે.
દરમિયાન 24 કલાકમાં અમદાવાદમાં 294, સુરતમાં 214, વડોદરામાં 171, રાજકોટમાં 129, મહેસાણામાં 47, ખેડામાં 46, બનાસકાંઠામાં 40, જામનગરમાં 46, ગાંધીનગરમાં 50, સુરેન્દ્રનગરમાં 26, ભરૂચમાં 24, કચ્છમાં 21, પંચમહાલમાં 20, પાટણમાં 20 કેસ નોંધાયા છે.
મોરબીમાં 24 કલાકમાં 18, અમરેલીમાં 16, સાબરાકાંઠામાં 16, ભાવનગરમાં 20, દાહોદમાં 13, ગીરસોમનાથમાં 11, જૂનાગઢમાં 19, નર્મદામાં 10, આણંદ, છોટાઉદેપુરમાં 9-9, અરવલ્લી-મહીસાગરમાં 8-8, દેવભૂમિ દ્વારકમાં 7, ભાવનગરમાં, પોરબંદરમાં 5-5, વલસાડમાં 3, બોટાદમાં 2, નવસારીમાં 2 અને તાપીમાં 1 કેસ મળી કુલ 1325 કેસ નોંધાયા છે.