મુંબઈ: દેઓલ પરિવારે ફેમિલી ડ્રામા ફિલ્મ અપનેની સિક્વલ બનાવવાનો નિર્ણય લીધો છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ એક ટ્વિટ દ્વારા આ માહિતી આપી. ધર્મેન્દ્રએ ટ્વીટ કર્યું હતું કે તમામ શુભેચ્છકોના આશીર્વાદ સાથે ‘અપને 2’ ફિલ્મ પ્રેક્ષકો માટે આવી રહી છે. તેમણે ટ્વિટમાં કહ્યું, “તેમની કૃપાથી તમારી શુભેચ્છાઓ સાથે, અમે ‘અપને 2’ બનાવવાનો નિર્ણય લીધો છે.”

ધર્મેન્દ્રએ આ ટ્વીટ સાથે એક ક્લિપ પણ શેર કરી છે. આ ક્લિપ ‘અપને’ ફિલ્મના ગીતની છે. અપને વર્ષ ૨૦૦૭માં રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર અને તેના પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં હતા. આ સિવાય શિલ્પા શેટ્ટી, કેટરીના કૈફ અને કિરણ ખેર મહિલા લીડમાં હતા. ફિલ્મ અને તેના ગીતો સુપરહિટ થયા હતા.

ફિલ્મની વાર્તા એક પિતાની વાર્તા હતી જે ઇચ્છે છે કે તેનો દીકરો બોક્સિંગ ચેમ્પિયન બને. એક સ્વપ્ન જે પૂર્ણ થઈ શકતું નથી. તેનો નાનો પુત્ર બોક્સિંગ રિંગમાં ઘાયલ થઈ ગયો છે અને તેનો મોટો પુત્ર તેના પિતાના સપનાને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરતો જોવા મળે છે. આ ફિલ્મ સંપૂર્ણ રીતે ફેમિલી ડ્રામા બનાવવામાં આવી હતી. તેમાં સાથે સાથે દેશભક્તિની ભાવના પણ ફિલ્મમાં જોવા મળે છે.

આ ‘અપને’ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ હતી. આ ફિલ્મે વિદેશમાં સારી એવી કમાણી કરી હતી દેઓલ પરિવારની આ ફિલ્મ હિટ બન્યા બાદ ધર્મેન્દ્ર, સની અને બોબી દેઓલે ‘યમલા પાગલા દીવાના’ સિરીઝ લઈને આવ્યા હતા. આ કોમેડીથી ભરપૂર સિરીઝની પહેલી ફિલ્મ સુપરહિટ હતી, જ્યારે બીજી ફિલ્મને લોકોનો સાધારણ પ્રતિસાદ મળ્યો હતો. હવે આવનારો સમયમાં જોવું રહ્યું કે દેવોલ પરિવારની ‘અપને 2’ બનાવવાનો નિર્ણય કેટલો સફળ બનશે.