દિલ્હી: લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે મોટોરોલાનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોનMoto G 5G લોન્ચ કરી દેવામાં આવ્યો છે. આ નવા ફોનને એક સસ્તો 5જી સ્માર્ટફોનને કહેવામાં આવી રહ્યો છે. આજે બપોરે ૧૨ વાગે આ ફોન ફ્લિપકાર્ટ પર લોન્ચ કરી દેવાયો. તેનું પહેલું સેલ ૭ ડિસેમ્બરથી શરૂ થશે.

આજે બપોરે ફ્લિપકાર્ટ પર લોન્ચ થયેલા Motorola Moto G 5G સ્માર્ટફોનની કિંમત ૨૦,૯૯૯ રૂપિયા છે. આ સાથે જ તમને HDFC Bank કાર્ડ્સ સાથે ૧૦૦૦ રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યો છે.

આ નવા સ્માર્ટફોનમાં મોટોરોલા Qualcomm Snapdragon 750G SoC નું પ્રોસેસર આપે છે. OnePlus Nord માં પણ આ જ પ્રોસેસરનો ઉપયોગ કરાયો છે. Moto G 5G 64GB ઈનબિલ્ટ સ્ટોરેજ સાથે આવે છે જેને માઈક્રોએસડી કાર્ડ દ્વારા ૧ ટીબી સુધી વધારી શકાય છે.

સ્માર્ટફોન Motorola Moto G 5Gના કેમેરાની વાત કરીએ તો તેમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ હશે. જેમાં પ્રાઈમરી કેમેરા ૪૮ મેગાપિક્સલનો છે. જે Samsung GM1 સેન્સર સાથે છે. આ સાથે જ ૮ મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ અને ૨ મેગાપિક્સલનો ડેપ્થ સેન્સરવાળો ત્રીજો કેમેરો પણ છે.

થોડા સમય અગાઉ iPhone 12 લોન્ચ થયા બાદથી જ 5જી સેગમેન્ટમાં ટક્કર શરૂ થઈ અને હાલમાં જ  OnePlus અને Samsung એ પણ આ સેગમેન્ટમાં પોતાના અનેક સ્માર્ટફોન્સ ઉતારવાની તૈયાર છે. આવામાં મોટોરોલા પણ પાછળ રહેવા માંગતી નથી. કંપની બહુ જલદી પોતાના નવા સ્માર્ટફોન ભારતના બજારમાં ઉતારી શકે છે.

મળતી માહિતી મુજબ ભારતમાં Motorola Moto G 5G સસ્તો છે. થોડા સમય પહેલા જ આ ફોનને યુરોપમાં લોન્ચ કરાયો હતો. મોટોરોલા મોટો જી 5gને યુરોપમાં ૨૯૯.૯૯ યુરો (લગભગ ૨૬,૩૦૦ રૂપિયા) માં લોન્ચ કરાયો. જ્યારે ભારતમાં આ ફોનની કિંમત માત્ર ૨૦,૯૯૯ રૂપિયા છે. યુરોપમાં વોલકેનો ગ્રે, ફ્રોસ્ટેડ સિલ્વર કલરમાં રજુ કરવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન Motorola Moto G 5Gનો પહેલો સેલ ૭ ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે.