ધરમપુર: ગઈકાલે સાવરમાળમાં રેઈન્બો વોરીયર્સ અને યુવા મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર આયોજન કરવામાં આવ્યું હતું દરેક યુવાનોમાં થનગનાટ અને તરવરાટ કુદરતે ઠાંસી ઠાંસી ને ભર્યો છે,ત્યારે યુવા શક્તિને એક તાંતણે બાંધી તેને સુનિયોજિત કરીને તેનો હકારાત્મક ઉપયોગ કરવા આવે તો સમાજ ઉત્થાનની પ્રક્રિયાને અસરકારક બનાવી શકાય તેવા હેતુસર રેઈનબો‌ વોરીયર્સ ધરમપુર અને તેની ભગિની સંસ્થા યુવા મિત્ર મંડળ દ્વારા ધરમપુર તાલુકાના આંબા તલાટ ગામના સાવરમાળ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું .

આ પ્રસંગે જીવતા જીવ દેહદાનમાં આપનાર જયેશભાઈ પટેલ અને અંગદાતા વિભાબેન સિસોદિયા મુખ્ય મહેમાન બન્યા હતા અને તેમનું શાલ ઓઢાડી પુષ્પ ગુચ્છ એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું. સાવરમાળ ઉપલા ફળિયા પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં શાળાના શિક્ષકો જયેશભાઈ પવાર, મનોજભાઈ ચૌધરી, રમેશભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ગોકુળભાઈ પટેલ, વલસાડ જિલ્લા નાયકા સમાજના ઉપપ્રમુખ મહેશભાઈ ગરાસિયા, આદિવાસી એકતા પરિષદના કન્વીનર કમલેશભાઈ પટેલ, ધરમપુરના માજી કોર્પોરેટર રાજેશભાઈ પટેલ, સામાજીક કાર્યકર ઉત્તમભાઈ ગરાસિયા, દિનેશભાઈ કોન્ટ્રાકટર, ભાસ્કરભાઈ યાદવ, ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના કમલેશભાઈ માહલા, ગામના અગ્રણી નવીનભાઈ ગાંવિત અને અર્જુનભાઈ તેમજ અન્ય આગેવાનો,  ગામના યુવાનો હાજર રહ્યા હતા.

આ ઉપરાંત રેઈનબો વોરીયર્સ ધરમપુરનાં કૉ ઓર્ડિનેટર શંકરભાઈ પટેલ, કેતનભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ, પાયલબેન પટેલ, નીતાબેન પટેલ, નલિની બેન ગરાસિયા, ગુડુ પટેલ, શુકુ પટેલ, અંકિત પટેલ, દિવ્યેશ પટેલ, નિર્જલભાઈ પટેલ, જીતેન્દ્ર ચાવડા, રજની પટેલ વગેરેએ કાર્યક્રમમાં હાજર રહી તમામ રક્તદાતાઓનુ કાજુ કલમ ભેટ આપી રક્તદાન સાથે સાતે પર્યાવરણનો સુરક્ષાનો પણ સંદેશ આપ્યો હતો.

આ કાર્યક્રમના બધાજ મહાનુભાવો અને રક્ત દાતાઓ માટે નાસ્તા અને ભોજનની વ્યવસ્થા રેઈન્બો વોરીયર્સ ધરમપુર અને યુવા મિત્ર મંડળ દ્વારા કરવામાં આવી હતી. સાવરમાળમાં રેઈન્બો વોરીયર્સ અને યુવા મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે આયોજિત રક્તદાન શિબિરમાં ૯૧ યુનિટ રક્ત એકત્ર કરાયું. હાલના કોરોના કાળમાં રક્ત માટેના જરૂરીયાતમંદ લોકો માટે રક્ત એકત્રિત કરવાનો આ ઈન્બો વોરીયર્સ અને યુવા મિત્ર મંડળનો સંયુક્ત નિર્ણય ખરેખર સરાહનીય છે.