આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે સંવિધાન દિવસના પ્રસંગે કેવડિયામાં યોજાયેલ એક કાર્યક્રમના સંબોધનમાં મુંબઈ હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીને કહ્યું કે આપણે એ જખ્મ ભૂલી શક્તા નથી. આ સાથે જ પીએમ મોદીએ એકવાર ફરીથી દેશનું ધ્યાન વન નેશન વન ઈલેક્શન તરફ ખેંચ્યું અને તેને સમયની જરૂરિયાત પણ ગણાવી છે.

પ્રધાનમંત્રી કહ્યું કે ૨૦૦૮માં પાકિસ્તાનથી આવેલ આતંકવીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અનેક લોકોના જીવ ગયા હતા. તેમણે કહ્યું કે આજે ભારત નવી નીતિ-રીતિની સાથે આતંકવાદનો સામનો કરતાં આવ્યું છે.

મોદીએ કહ્યું કે સંવિધાનની રક્ષામાં ન્યાયપાલિકાની મોટી ભૂમિકા છે. ૭૦ના દાયકામાં તેને ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ સંવિધાને તેનો જવાબ આપ્યો હતો. ઈમરજન્સીના કાળ બાદ સિસ્ટમ મજબૂત થતી ગઈ અને તેમાંથી આપણને ઘણુ બધુ શીખવાની તક મળી.

PM મોદીએ કહ્યું કે વન નેશન, વન ઈલેક્શનની આજે ભારતની જરૂરિયાત બની ગયું છે. દેશમાં દરેક મહિનામાં ક્યાંકને ક્યાંક ઈલેક્શન થતા રહે છે. આવામાં તેના પર મંથન શરૂ થવુ જોઈએ. તેમણે કહ્યું કે હવે આપણે સમગ્ર રીતે ડિજીટલકરણ તરફ વધવુ જોઈએ. કાળગનો  ઉપયોગ બંધ કરવો જોઈએ. આઝાદીના ૭૫ વર્ષના જોતા હવે આ ટાર્ગેટ નક્કી કરવો જોઈએ.

પ્રધાનમંત્રી જણાવ્યું કે દરેક નાગરિકે સંવિધાનને સમજવુ જોઈએ. તેના હિસાબથી ચાલવુ જોઈએ. વિધાનસભાની ચર્ચાઓ દરમિયાન જનભાગીદારી કેવી રીતે વધે તેના પર વિચાર કરવો જોઈએ. જ્યારે સદનમાં કોઈ વિશેષ વિષય પર ચર્ચા થાય તો તેની સાથે જોડાયેલા લોકોએ બોલવુ રહ્યું.