ગુજરાતમાં કોરોનાની વેક્સીન કો-વેક્સીન આવી ગઈ છે અને ખુશખબર એ છે કે, ભારત બાયોટેક કંપની દ્વારા બનાવાયેલી આ કોવેક્સીનની ટ્રાયલ આજથી શરૂ કરાશે. આજે સવારે ૯:૩૦ વાગ્યાથી અમદાવાદ સોલાની સિવિલ હોસ્પિટલમાં વેક્સીન આપવાનું કામ શરૂ કરાશે. ટ્રાયલ માટે ૨૫ લોકોએ સોલા સિવિલ ખાતે નામ નોંધાવ્યા છે. જેઓને આજથી રસી આપવાનું શરૂ કરાશે. સિવિલમાં રસીના કુલ ૫૦૦ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી રોજ ૨૦ તંદુરસ્ત લોકોને રસી દેવામાં આવશે.

હાલમાં આ માત્ર રસીનું ટ્રાયલ જ છે. ફાઈનલ એપ્રુવલ બાદ જ ગુજરાતમાં લોકોને વેક્સીન આપવાનું શરૂ કરવામાં  આવશે. હોસ્પિટલમાં ૧ વર્ષ સુધી રસીનું ટ્રાયલ મુકાશે. જેમાં રાજ્યભરમાંથી ૧ હજાર લોકો પર રસીનું ટ્રાયલ કરાશે. વોલન્ટિયર્સ તરીકે ૧૬ થી ૬૦ વર્ષની વચ્ચેના કોઈપણ પુરુષ કે મહિલા નામ નોંધાવી શકે. ક્લિનિકલ ટ્રાયલમાં વોલન્ટિયર્સની જરૂરી તમામ તપાસ અને તેમની લેખિત મંજૂરી પછી જ રસીનો પહેલો ડોઝ આપવામાં આવશે. જેના એક મહિના બાદ બીજો ડોઝ અપાશે. એક વર્ષ સુધી રસી લેનાર દર્દીનું પરીક્ષણ થશે. પ્રથમ તબક્કામાં ૨૧ સેન્ટરમાંથી ૧૩૦ હેલ્ધી વોલન્ટિયર્સનું ક્લિનિકલ ટ્રાયલ પૂરું કરાશે. આ દરમિયાન અન્ય વોલન્ટિયર્સ પર પણ ક્લિનિકલ ટ્રાયલ ચાલુ રાખવામાં આવી શકે.

ગઈકાલે અમદાવાદમાં આવેલી કોરોના વેક્સીન વિશે નીતિન પટેલે કહ્યું કે, ભારત સરકારના આરોગ્ય વિભાગના સહયોગથી સ્વદેશી વેક્સીન માટેની કાર્યવાહી ચાલી રહી છે. જુદા જુદા રાજ્યોની મોટી હોસ્પિટલમાં ટ્રાયલ માટે વેક્સીન મોકલાવામાં આવી છે. ગુજરાતમાં પણ સ્વસ્થ અને યુવા નાગરિકો પસંદ કરી તેમના પર ટ્રાયલ કરાશે. મહિનામાં બે ડોઝ આપી તેમને નિરીક્ષણ હેઠળ રખાશે.

ઝી ૨૪ કલાકના રીપોર્ટ અનુસાર હાલમાં રાજ્યમાં ૫૦૦ વેક્સીનના ડોઝ છે. સાથે ડોક્ટરની ટીમ પણ આવી છે. જે ગુજરાતના તબીબોને વેક્સીન આપવાની ટ્રેનિંગ આપશે. સ્વંયસેવકોનું લિસ્ટ પણ તૈયાર થયું છે. વેક્સીન લેનારાઓના ઘરે તેમની તબિયત અંગે કાળજી લેવામાં આવશે. એક વર્ષ સુધી વેક્સીનની ટ્રાયલ ચાલશે. અમદાવાદની સોલા સિવિલ ખાતે હાલ ટ્રેનીંગ ચાલી રહી છે. ટ્રાયલ માટે હેલ્થ વર્કરોને પણ જરૂર પડે તો સાંકળવામાં આવશે. વેક્સીનની ટ્રાયલ માટે સોલા સિવિલની પસંદગી થઇ એ આપણા માટે ગર્વ વાત કહી શકાય.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here