ગુજરાતના બજારોમાં દિવાળી અને નવાવર્ષના તહેવારોમાં ભારે ભીડ એકઠી થયેલી જોવા મળી હતી, એમાંયે ખાસ શાર્ક માર્કેટ તથા હોટેલ, રેસ્ટોરન્ટો હાઉસ ફૂલ જોવા મળતા હતા અને આ સમય દરમિયાન સભાન પગલાં ભરાયા ન કારણે કોરોના મહામારી આજે બેકાબુ બની ગઈ છે. આમ કહી શકાય કે પાણી વહી ગયા પછી પાળ બાંધવા જેવું થયું છે. પરંતુ હવે પોલીસતંત્ર સફાળું જાગ્યું છે અને અગાઉની જેમ શાક માર્કટ, દુકાનો, પાનના ગલ્લા સહિતના સ્થળોએ ભીડ એકઠી થશે તો ગુનો નોેધાશે.
આ ઉપરાંત લગ્ન પ્રસંગે ૧૦૦થી વધુ લોકો ભેગા થશે તો તુરંત FIR નોંધવામાં આવશે તવો આદેશ ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ કર્યો છે. ગુજરાતમાં દિવાળીના તહેવારો બાદ કોરોના એટલી હદે વધી રહ્યો છે, કે નિયમીત કોરોનાના ૧૫૦૦થી વધુ કેસો નોધાઇ રહ્યા છે, જેને લઇને ગુજરાત પોલીસ હરકતમાં આવી ગઇ છે અને ભીડ નિયંત્ર ીત કરવા માટે ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ પરિપત્ર બહાર પાડયો છે જેમાં ખાસ કરીને જાહેર કરાયેલા કન્ટેઇનમેેટ ઝોન વિશેષ તકેદારી રાખવા સૂચના ઓ આપી છે. તેમજ અમદાવાદ રાજકોટ,વડોદરા અનેે સુરતમાં રાત્રિ કરફ્યૂનું અસરકાર પાલન કરવા તથા શાક માર્કેટ અને દુકાનો તથા પાનના ગલ્લા સહિતના સ્થળોએ કે જયાં ભીડ વધારે થતી હોય તેવા તમામ વિસ્તારોમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત રાખીને જે તે વેપારી સામે જાહેરનામ ભંગનો ગુનો નોધવામાં આવશે.
આ ઉપરાંત બોર્ડર પર આવેલા તમામ જિલ્લાઓમાં ચેક પોસ્ટ રાખીને આવતા જતા વાહનો ચેક કરવા તમામ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેેરવા બાબતે જાણકારી આપવી. તેમજ રિક્ષા ટેક્સી ટ્રાવેલ્સમાં પેસેન્જરો બેસવા બાબતે તથા મલ્ટી પ્લેક્સ માલિકો અને APMC તથા જથ્થાબંધ માર્કેટના વેપારીઓને ભીડ ન થા ય તે રીતે વ્યવસ્થા ગોઠવવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. તેમ છતાં નિયમોનું ઉલંઘન થશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.
ગુજરાતના પાનના ગલ્લા ચાની કિટલીઓ અને હોટલ સહિતના સ્થળોએ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને સાથે રાખીને રેડ કરીને અસરકારક કામગીરી કરવામાં આવશે, એટલું જ નહી લગ્ન પ્રસંગે સરકારના જાહેરનામા મુજબ ૧૦૦થી વધારે જનસંખ્યા ભેગી થશે તો સ્થળ ઉપર તાત્કાલીક ગુનો નોંધવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેનું ધ્યાન રાખવાની આપીલ કરવામાં આવી રહી છે.