વાંસદા ગામનાં પાટાફળીયા ખાતે આદિવાસી પરંપરા અનુસાર વાઘબારસ ની પૂજા કરવામાં આવી હતી.આદિવાસીઓ દ્વારા આદિ-અનાદી કાળથી વાઘબારસની પૂજા કરવામાં આવે છે.આ પૂજામાં ગામદેવી પૂજા સવારે કરવામાં આવે છે. ત્યારબાદ સાંજનાં સમયે ગામનાં ગૌચારણનાં મેદાનમાં દેવની સ્થાપનાં કરીને તેની પૂજા કરવામાં આવે છે.
વાઘબારસના પ્રસંગે ચીભડાં તથા દૂધ અને પાંચખાધનું મિશ્રણ બનાવવામાં આવે છે. જેને સીપન કહેવામાં આવે છે.એ સીપનને ત્યારબાદ ગામનાં તમામ ગૌ પાલકોને આપવામાં આવે છે. અને એને ગાયો બાંધવાનાં કોઢમાં નાંખવામાં આવે છે.દેવની પૂજા કર્યા બાદ ગાયો તથા ઢોર ઢાંખર ને દેવની પરિક્રમા કરાવવામાં આવે છે.આ પરિક્રમા કરતી ગાયો અને ગોવાળીયાઓને ગામ લોકો ચીભડાંથી મારે છે.
આ ઉપરાંત બીજા દિવસે એટલે કે ધનતેરસનાં દિવસે ગાયોને શણગારીને ગેરુથી રંગવામાં આવે છે. આ પ્રસંગે માજી ગ્રામ પંચાયત સભ્ય સુનીલભાઈ, ગણપતભાઈ, મંગળભાઇ ભગત, રવલાભાઈ, જીવુભાઈ, રમેશભાઈ, દિલીપભાઈ, બાબુભાઈ, જગુભાઈ, મહેન્દ્રભાઈ, ગુરુજીભાઈ, કિરણ પાડવી, ભાવેશભાઈ, પ્રેમલભાઈ, પ્રફુલ્લભાઈ, પ્રશાંતભાઈ, હેમંતભાઈ વગેરે તથા ગામનાં તમામ વડીલો અને યુવાનોએ હાજર રહ્યાં હતા.