ઉત્તર પ્રદેશના દેવરિયા બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણીના માહોલમાં અનેક ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવવા મેદાનમાં ઉતરતા હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં એક ઉમેદવાર એવા છે જેમનું કામ જ ચૂંટણી લડવાનું છે પૂવીય ઉત્તર પ્રદેશના દેવરિયામાં અર્થી બાબા ઉર્ફે રાજેશ યાદવ એક વાર ફરી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. દેવરિયા સીટ ઉપર થઈ રહેલી પેટા ચૂંટણીમાં તેઓ અર્થી ઉપર સવાર થઈને નામાંકન પત્ર ભરવા માટે પહોંચ્યા છે.

  અર્થી બાદા અત્યાર સુધીમાં 11 વખત ચૂંટણી લડી ચૂક્યા છે. આ વખતે અર્થી બાબા રામ નામ સત્ય હેના નારા સાથે નામાંકન કરવા માટે કલેક્ટર કાર્યાલય પહોંચ્યા હતા. તેઓ અર્થી ઉપર બેશીને જ્યાં તેમના સમર્થકોએ અર્થીને ખભા ઉપર ઉપાડીને નારા લગાવ્યા હતા. એટલું જ નહીં અર્થી ઉપર બેશીને અર્થી બાબા વોટ માંગવા માટે ગામ ગામ ફરીને લોકોને રિજવવાની કોશિશ કરી રહ્યા છે. તેમનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબજ વાયરલ થયો છે.

   ઉમેદવાર અર્થી બાબાએ આજતકને જણાવ્યું હતું કે વોટરો દેવતુલ્ય છે. એટલા માટે ભગવાન સમજીને તેમના પગ ધોઈ રહ્યો છે. તેઓ ગામમાં મહિલાઓ, દિવ્યાંગો અને અન્ય લોકોની થાળીમાં પગ ધોતા નજરે ચડે છે. ઉલ્લેખનીય છે કે અર્થી બાબાના નામથી પ્રખ્યાત રાજેશ યાદવ દેવરિયા સદર સીટના અપક્ષના ઉમેદવારના રુપમાં ચૂંટણી લડી રહ્યા છે. તેમણે એમબીએનો અભ્યાસ કર્યો છે.