પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

   ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 969 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1027 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના કારણે 6 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3714 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 218 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,72,009 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 13,110 છે. આજે રાજ્યમાં કુલ 51,657 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.17 ટકા છે.

  આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 218, અમદાવાદમાં 181, રાજકોટમાં 84, વડોદરામાં 114, ગાંધીનગરમાં 33, જામનગરમાં 29, બનાસકાંઠા, મહેસાણામાં 26-26 સહિત કુલ 969 કેસ નોંધાયા છે.

  રાજ્યમાં કોરોનાના કારણે 6 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદ, સુરતમાં 2-2 જ્યારે રાજકોટ અને પાટણમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં 234, અમદાવાદમાં 224, વડોદરામાં 107, રાજકોટમાં 90, ગાંધીનગરમાં 77 સહિત કુલ 1027 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યારે કુલ 13,190 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 62 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 13,128 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 1,55,105 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.