હવે ટપાલ કચેરીમાં માત્ર ટપાલને લગતી જ સેવાઓ કે પૈસાની બચતને લગતી સેવાઓ નહીં થાય બલ્કે હવે આપ ડ્રાઈવીંગ લાયસન્સ, પાન કાર્ડને લગતી અરજી કરી શકશો તો રેશનકાર્ડની કામગીરી પણ થઇ શકશે.

   મળતી માહિતી મુજબ પોસ્ટ ઓફિસના માધ્યમથી હવે જાતિ પ્રમાણપત્ર, આવક, વૃધ્ધા પેન્શન, વિધવા પેન્શન, વીમો, પાસપોર્ટ, કિસાન ક્રેડીટ કાર્ડ, ડીઝલ અનુદાન સાથે વરિષ્ઠોને મળતી સરકારી સેવાઓ માટે પણ ઓનલાઇન આવેદન થઇ શકશે. બાદમાં પેટા પોસ્ટ ઓફિસો માટે યોજનાઓ બનશે. આ બાબતે માસ્ટર ટ્રેનર આવી ગયા છે. જેમના દ્વારા  હાલમાં ટ્રેનીંગ અપાઈ રહી છે.

પ્રદેશ અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ આપવા માટે પ્રથમ ચરણમાં મુખ્ય પોસ્ટ ઓફિસ કોમન સર્વિસ સેન્ટર ખોલવામાં આવશે. પોસ્ટ ઓફિસમાં આટલી સેવાઓ ખુલવાથી ગ્રાહકોને ક્યાંય ભટકવું નહીં પડે. આ વ્યવસ્થાથી ઘણી સમસ્યાઓ હલ થઇ જશે. પોસ્ટ ઓફિસમાં પણ ધીરે ધીરે બધી ડીજીટલ સેવાઓનો વિસ્તાર કરવામાં આવશે. પોસ્ટ ઓફિસમાં કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ જોડાયેલા 76 જેટલી સેવાઓ-વીજબીલ, પાણી બિલ, જન્મ-મરણ, દાખલો વગેરે સેવાઓ ઉપલબ્ધ  બનાવવામાં આવશે.