બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ચરણનું મતદાન ચાલી રહ્યું છે. વોટિંગ માટે સુરક્ષાની બધીજ તૈયારીઓ કરી લીધી છે. લોકતંત્રના આ મહાપર્વમાં ભાગ લેવા માટે રાજકીય નેતાઓ બાદ બોલિવૂડનાં કલાકારોએ પણ લોકોને વોટ આપવા માટે પ્રેરિત કરી રહ્યાં છે. એક આવી જ અપીલ બોલિવૂડ એક્ટર સોનુ સૂદે પણ કરી છે.

   સોનુ સૂદે બિહારનાં લોકોને ટ્વિટ કરીને મતદાન કરવા માટે કહ્યું છે. બોલિવૂડ એક્ટર સોનુ સૂદ ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘જે દિવસે આપણા બિહારી ભાઇઓને ઘર છોડીને અન્ય રાજ્યમાં નહીં જવુ પડે, જે દિવસે અન્ય રાજ્યનાં લોકો કામ શોધવા બિહારમાં આવશે. તે દિવસે દેશની જીત થશે. વોટ માટે બટન આંગણીથી નહીં દિમાગથી દબાવજો.

https://twitter.com/SonuSood/status/1321299911472746496?s=20

    મહત્વનું છે કે, બિહારમાં કુલ 7.29 કરોડ મતદાર છે. પહેલા ચરણમાં જે 71 સીટ પર આજે મતદાન થઈ રહ્યું છે, ત્યાં 2.14 કરોડથી વધુ મતદાર છે. પહેલા ચરણમાં આરજેડીના 42 ઉમેદવાર તો જેડીયૂના 35 ઉમેદવારો ઉપરાંત બીજેપીના 29, કૉંગ્રેસના 21, ભાકપા (માલે)ના 8. હિન્દુસ્તાની અવામ મોર્ચાના 6 અને વિકાસશીલ ઇન્સાન પાર્ટી (વીઆઇપી)ના એક ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. આ ઉપરાંત એલજેપીના 42 ઉમેદવારોનો નિર્ણય પણ આ ચરણના મતદાનમાં નક્કી થવાનો છે.