ગુજરતમાં ગ્રામ્ય વસતી વધવાનો દર 9.3 ટકા અને શહેરોનો 39 ટકા છે. જે 2021ની વસતી ગણતરીમાં 0 થઈ શકે છે. હવે દક્ષિણ ગુજરાતમાં વર્તમાન સ્થિતિ જોતા લાગે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરમાં કામ કરતાં ટ્રેક્ટર ઉપરાંત પાક લણવા માટેના નાના મશીનો આવી રહ્યાં છે. જે રીતે ઘઉંનો પાક લેવા માટે પંજાબથી મશીનો આવતાં હતા તે રીતે ખેડૂતો હવે પોતાના નાના મશીનો ખરીદી રહ્યાં છે. સુરત ભરૂચ, વલસાડ અને નવસારીમાં આવા મશીનો મોટા પ્રમાણમાં બે વર્ષથી બની રહ્યાં છે.
દ. ગુજરાતમાં ખેડૂતો મોટાપાયે ટેકનોલોજી આધારિત મશીનો વસાવીને કામ કરાવવા લાગ્યા છે. કારણ કે એક મશીન અને 25 મજૂરનું કામ કરી આપે છે. એક મજૂરનો મજૂરીનો દર સરેરાશ રૂ.300 છે. આમ મશીન સસ્તા પડશે. મજૂરીનો દર ઊંચો ગયો અને અને હવે મજૂરો મળતા ન હોવાથી બહારના વિસ્તારોમાંથી મજૂરો આયાત કરવા પડે છે. તેથી ખેડૂતો પાક લણવા માટેના નાના મશીનો વસાવી રહ્યાં છે. જે 1.5 લાખથી 5 લાખ સુધીના આવે છે અને ગુજરાત સરકાર તેમાં 30થી 50 ટકા સુધી સબસીડી આપે છે.
ઊંચી મજૂરીના કારણે ખેડૂતો કપાસ ઉગાડતાં બંધ થયા છે. તેમાંએ અનાજ, ઘાસ, તેલિબિંયામાં મશીન દ્વારા લણવાનું શરૂં થઈ જતાં કપાસનો વાવેતર વિસ્તાર થોડા હેક્ટરમાં માંડ રહેશે. જ્યારે કપાસનું રૂ વિણવાના મશીનો આવી જશે ત્યારે ફરી એક વખત કપાસનું વાવેતર અમૂક અંશે વધશે. ગુજરાતની વાત કરીએ તો 1 માર્ચ 2011માં 6.04 કરોડની ગુજરાતની વસતીમાંથી 3.47 કરોડ ગામડાની વસતી હતી. 2.03 કરોડ એટલે કે 33.7 ટકા મુખ્ય કામ કરનારા લોકો હતા. 44.02 લાખ માર્જીનલ વર્કર હતા. 59 ટકા લોકો રાજ્યમાં કામ કરતાં ન હતા. 38 લાખ લોકો ગામડામાં મુખ્ય કે માર્જીનલ કામ કરનારા હતા.
સમગ્ર ગુજરાતનીના અંકો ધ્યાનમાં લઈએ તો 28.54 લાખ હેક્ટરમાં અનાજ, 7.85 લાખ હેક્ટરમાં કઠોળ, 25 લાખ હેક્ટરમાં મગફળીમાં મજૂરોના બદલે માણસ સંચાલિત મશીન દ્વારા થતી હશે. 2001થી 2011 સુધીના 10 વર્ષના મોદીના શાસનમાં 54.47 લાખ ખેડૂતો હતા તેમાં 3.55 લાખ ખેડૂતો ઓછા થયા હતા. તે જ રીતે 2011થી 2021 સુધીમાં 4 લાખ ખેડૂતો ઓછા થયા હવે તે સંખ્યા 2021થી 2031માં બીજા 10 લાખ ખેડૂતો ઘટી ગયા હશે. જે ખરેખર તો ખેત મજૂર બન્યા હશે અને બીજાના ખેતરમાં મશીન ચલાવતાં હશે.
પાછલા વર્ષોમાં નજર નાખીએ તો 2001થી 2011 સુધીમાં 16.78 લાખ ખેત મજૂરોનો વધારો થયો હતો. સામાન્ય રીતે દર 10 વર્ષે 2 ટકા લોકો ખેતી કે ખેત મજૂરી છોડવી પડે છે. જે હવે મશીન યુગમાં સીધી 5 ટકા થઈ જશે. જે રીતે ટ્રેક્ટર આવવાથી ગુજરાતમાં બળદોની સંખ્યાં 80 ટકા ઘટી ગઈ છે. તે રીતે હવે મજૂરોની સંખ્યા 80 ટકા ઘટી જશે. 2011ની વસતી ગણતરી પ્રમાણે ગુજરાતમાં 12 લાખ લોકોએ ખેતી કે ખેત મજૂરી છોડી દેવાનો નિર્ણય લઇ ખેતી-ખેતમજુરી બંધ કરી હતી