દેશમાં રાંધણ ગેસનો ઉપયોગ કરનારા પરિવારો માટે મહત્વની જાણકારી છે. આગામી મહિનેથી એટલે કે 1 નવેમ્બરથી  ઓઈલ કંપનીઓ LPG સિલિન્ડર માટે  ૧૦૦ જેટલા સ્માર્ટ શહેરોમાં નવી સિસ્ટમ લાગુ કરવાની છે. જો તમે તેનું પાલન ન કર્યું તો તમને ગેસ સિલિન્ડરની ડિલિવરી મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. ખોટી જાણકારીના કારણે ગેસ સિલિન્ડરની ડિલિવરી બંધ થઈ શકે છે.

     કંપનીના જણવ્યા અનુસાર ગ્રાહકનો મોબાઈલ નંબર અપડેટ નથી તો ડિલિવરી પર્સન એક એપ દ્વારા પણ તેને અપડેટ કરી શકશે અને કોડ જનરેટ કરી શકશે. એટલે કે ડિલિવરી સમયે તમે તે એપની મદદથી તમારો મોબાઈલ નંબર ડિલિવરી બોય દ્વારા જ અપડેટ કરાવી શકો છો. એપ દ્વારા બેસિસ પર મોબાઈલ નંબર અપડેટ થઈ જશે. ત્યાર પછી તે નંબરથી કોડ પણ જનરેટ કરવાની સુવિધા રહેશે.

    આ ઉપરાંત રાંધણ ગેસનું બુકિંગ કરાવવા માત્રથી હવે ડિલિવરી નહીં મળે. હવેથી ગેસ બુકિંગ બાદ ગ્રાહકોને મોબાઈલ પર એક OTP મોકલવામાં આવશે. જ્યારે સિલિન્ડર ડિલિવરી માટે આવશે તો આ OTP તમારે ડિલિવરી બોય સાથે શેર કરવાનો રહેશે. એકવાર આ કોડનું સિસ્ટમ સાથે મેચ કર્યા બાદ જ ગ્રાહકને સિલિન્ડરની ડિલિવરી મળશે. ઓઈલ કંપનીઓ DAC ને સૌથી પહેલા ૧૦૦ સ્માર્ટ શહેરોમાં શરૂ કરશે. આ માટે બે શહેરોમાં પાયલટ પ્રોજેક્ટ ચાલુ છે.  ઓઈલ કંપનીનો આ નિર્ણય દેશના ઉપભોગતાઓ પર કેવી અસર ઉપજાવશે એ જોવું રહ્યું.