આ પક્ષીને પૃથ્વી પર ભગવાન શિવનુ પ્રતિક માનવામાં આવે છે. સાથે જ તેમનું સ્વરૂપ પણ ગણાય છે. દશેરા પર નીલકંઠ પક્ષીના દર્શન થવાથી ઘરના ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે. તેમજ ફળદાયી અને શુભ કાર્ય ઘરમાં થતા રહે છે

     આપણા પુરાણોમાં નીલકંઠ પક્ષીને શુભતાનું પ્રતિક માનવામાં આવ્યું છે. દશેરાના દિવસે સનાનતી ઘરની છત પર જઈને નીલકંઠ પક્ષીને નિહાળવાનો પ્રયાસ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, જો દશેરા પર આ પક્ષીના દર્શન થઈ જાય તો શુભ કામ ચાલતા રહે છે.

     દંતકથા અનુસાર, રાવણના વધ કરી લંકા પર જીત મેળવ્યા બાદ ભગવાન રામને બ્રાહ્મણ હત્યાનો પાપ લાગ્યો હતો. ભગવાન રામે પોતાના ભાઈ લક્ષ્‍મણની સાથે મળીને ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી. તેમજ પોતાને બ્રાહ્મણ હત્યાના પાપથી મુક્ત કરાવ્યા હતા, ત્યારે ભગવાન શિવ નીલકંઠ પક્ષીના રૂપમાં ધરતી પર પધાર્યા હતા.

    જનશ્રુતિ અને ધર્મશાસ્ત્રના અનુસાર, ભગવાન શંકર જ નીલકંઠ વર્ણી છે. આ પક્ષીને પૃથ્વી પર ભગવાન શિવનુ પ્રતિક માનવામાં આવે છે. સાથે જ તેમનું સ્વરૂપ પણ ગણાય છે. નીલકંઠ પક્ષી ભગવાન શિવનું જ રૂપ છે. ભગવાન શિવ નીલકંઠ પક્ષીના રૂપને ધારણ કરીને ધરતી પર વિહાર કરે છે. આ કોરેશિયસ બેન્ગાલેન્સિસ રોલર વર્ગનું પક્ષી છે અને મુખ્યત ઉષ્ણ કટિબંધ વિસ્તારમાં મળી આવે છે. દશેરા પર નીલકંઠ પક્ષીના દર્શન થવાથી ઘરના ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે. તેમજ ફળદાયી અને શુભ કાર્ય ઘરમાં થતા રહે છે. સવારથી લઈને સાંજ સુધીના સમયમાં ક્યારે પણ નીલકંઠ દેખાઈ જાય તો તે શુભ ગણાય છે.

    નીલકંઠ પક્ષી હંમેશા વૃક્ષ કે તાર પર દેખાઈ આવે છે. પ્રજનનની મોસમમાં નર પક્ષીની હવાઈ કલાબાજી માટે તે પ્રખ્યાત છે. તે હંમેશા રસ્તાના કિનારા પર દેખાઈ આવે છે. સામાન્ય રીતે ખુલ્લા ઘાસ કે મેદાન અને ઝાડી કે જંગલમાં પણ દેખાય છે. આ પક્ષીઓની સૌથી વધુ વસ્તી ભારતમાં જ મળી આવે છે.