ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટા ચૂંટણી થવા જઈ રહી છે આવા સમયમાં દરેક પાર્ટીઓ આ વખતે પ્રચાર-પ્રસારની નવી નવી રીતો અપનાવશે ત્યારે કપરાડા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પક્ષ છોડીને આવેલા નેતાઓને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી અને કોંગ્રસના ઉમેદવાર બાબુભાઈ છે.
બને પાર્ટીઓએ તો ઉમેદવાર મેદાનમાં ઉતારી દીધા છે પરંતુ લોકોને હાલમાં મોંઘવારીનો માર છે, કોરોનાની હાડમારી છે, રાજ્ય અને દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે, સામાન્ય માણસને રોજગારી નથી, બેકારી, શિક્ષિત યુવા બેરોજગાર છે, શિક્ષણના પ્રશ્નો છે. શું આ પ્રશ્નોના જવાબ સામે રાખીને જનતા પોતાનો મત આપશે? જો આવું થાય તો તેની અસર ચૂંટણી પર થવાની સંભવિત છે. સ્થાનિક વિસ્તારમાં આ સિવાય પણ પ્રશ્નનો તો ઘણા છે જોવું એ રહ્યું કે હાલમાં થવા જઈ રહેલી કપરાડાની પક્ષપલટાની રાજનીતિમાં પક્ષ છોડીને ગયેલા નેતાઓ પ્રજા વચ્ચે ક્યા મુદ્દાઓની વાત કરશે.
દરેક વખતે જનતા પોતાનો પવિત્ર મત એટલા માટે આપે છે કે પ્રજાલક્ષી કામ થાય, સ્થાનિક પ્રજાના પ્રશ્નો નું નિરાકરણ થાય આ હેતુને લઈને પ્રજા પોતાના પ્રતિનિધિને ચુટે છે. પરંતુ ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ તેઓ પોતાના અંગત સ્વાર્થ ખાતર પ્રજાના સવાલોને બાજુએ મૂકી પક્ષ છોડી પક્ષપલટો કરી લેતા હોય છે. પ્રજા દરેક વખતે મુર્ખ બને છે.
એટલે હવે પ્રજાએ નક્કી કરવાનું છે કે મત કોને આપવાનો છે. પ્રજા પાસે કોઈ વિકલ્પ છે ખરો ? આ પેટા ચુંટણીના ઉમેદવારો બીજી વખતે પ્રજાને દગો ન આપે એનો પુરાવો છે ખરો ? પ્રજાને મુર્ખ સમજવી આ નેતાઓને ભારે પડશે ખરી ? શું આ વખતે પણ પ્રજા પક્ષપલટાની રાજનીતિને સ્વીકારી લેશે ખરી ? આવા અનેક પ્રશ્નો વચ્ચે કપરાડા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પક્ષ છોડી આવેલા ઉમેદવારોમાં કોના માથે વિજયી તિલક થશે એ આવનારો સમય અને સ્થાનિક જનતા નક્કી કરશે ! એક નિર્ણય બદલશે તમારા આવનારા ભવિષ્યને..