વાંસદા તાલુકામાં છેલ્લા કેટલાક મહિનાથી ગામડાઓમાં ફરી-ફરીને સિંચાઈના નામે ફોર્મની વહેંચણી કરી અમુક રકમ લઈ બોર કરવાની લાલચ આપી આદિવાસી ગરીબ પરિવારોને લૂંટી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
વાંસદા તાલુકામાં છેલ્લા કેટલાક મહિનાથી સિંચાઈ માટે બોરિંગ કરવા માટે રાહતદરે લેભાગુ ટોળકી દ્વારા ગામડાઓમાં ફરી-ફરીને ફોર્મની ઝેરોક્ષ કોપી વિતરણ કરવામાં આવી રહી છે. તેઓ કોઈ પાસેથી આ ફોર્મની કિંમત રૂ. 100 થી 1000 સુધી ઉઘરાવી રહ્યા છે, લોકોને લોભ લાલચ આપી બોરિંગ કરવા માટે ફોર્મ સાથે રૂ. 14 થી 20 હજાર સુધી ઉઘરાવી રહ્યા છે, જે રીતસરની ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. આ વિસ્તારની ભોળી આદિવાસી જનતાને ભોળવી મોટી સંખ્યામાં લોકોને છેતરવામાં આવી રહ્યા છે.
વાંસદામાં સિંચાઈ માટે રાહતદરે બોરિંગ કરવા માટે ફોર્મ વિતરણ કરી ગરીબ આદિવાસીઓ પાસે લૂંટ ચલાવી રહ્યા છે. આ બાબતે જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે સિંચાઈ માટે બોરિંગ કરવાના ફોર્મ વિતરણ કરવાની તાલુકામાં સરકારની કોઈ સ્કિમ નથી. જે કોઈ પણ ફોર્મ ભરી રૂપિયા આપ્યા હોય તો પરત માંગી લેશો. આ ફોર્મ બોગસ છે લૂંટ ચલાવવા માટે ફોર્મ વિતરણ કરી રહ્યા છે. આવી માહિતી માટે સંપર્ક કરવા અનુરોધ છે. – વાંસદા તાલુકા ભાજપ પ્રમુખ